National

ભારત સરકારની મોટી કાર્યવાહી, લોન અને સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ

નવી દિલ્હી: ભારત સરકારે (Indian government) લોન (Loan) અને બેટિંગ એપ્સ (betting apps) પર મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ચાઈનીઝ કનેક્શન (Chinese Connection) ધરાવતી 125 જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે. ભારતની સુરક્ષા માટે જોખમ ઊભી કરતી 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન એપ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ (Ban) મૂક્યો છે.

એપ્સનું કનેક્શન ચીન સાથે હતું
કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા બેટિંગ અને લોન એપ્સ પર બેન મૂક્યો છે. કારણે કે તેનો સીધું કનેક્શન ચીન સાથે હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ એપ્સને ઈમરજન્સી અને તાત્કાલિક બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ 232 એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ એપ્સને આઈટી એક્ટની કલમ 69 હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને જાણ કરી હતી. ત્યાર બાદ આ એપ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સ રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો ઉભો કરવા જઈ રહી હતી.

હજુ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ પર ઉપલબ્ધ છે
મોટાભાગની એપ્સ સ્માર્ટફોન પર ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી પરંતુ રિપોર્ટ્સ સૂચવે છે કે સટ્ટાબાજીની એપ્સ અને ગેમ્સ થર્ડ પાર્ટી લિંક્સ અથવા વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઘણી એપ્સ સોશિયલ મીડિયા સાઇટ્સથી સીધી ઑનલાઇન પણ રમી શકાય છે. આમાંની ઘણી એપ ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય અથવા MIB એ જણાવ્યું છે કે ભારતમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019, કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ 1995 અને IT નિયમ 2021 હેઠળ પણ તેને ઉમેરવા પર પ્રતિબંધ છે. MIB એ ઓનલાઈન એડવર્ટાઈઝિંગ કંપનીઓને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ ભારતીય દર્શકોને આવી જાહેરાતો ન બતાવે. આનાથી ઘણા લોકોની આર્થિક અને સામાજિક-આર્થિક સ્થિતિ બગડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ ભારત સરકાર દ્વારા કેટલીક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Most Popular

To Top