SURAT

ભેસાણના વિધર્મીએ ઓલપાડમાં સહ કર્મચારીની દીકરીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો : પાંજરે પૂરાયો

સુરત: ભેસાણ-મોરા ભાગળ રોડ (Bhesan-Mora Bhagal Road) ના એક વિધર્મીએ કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ હોટેલમાં કામ કરતી વિધવાની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવનાર વિધર્મી મોહમદ શકીલ સમસુદીન શેખની પોલીસે (Police) ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પીઆઈ વી.કે.પટેલે(પીઆઇ ઓલપાડ)એ જણાવ્યું હતું કે, પરિચિત સહ કર્મચારીની દીકરી સાથે મોબાઇલ ફોન પર સંપર્ક કરી શકીલે સગીર દીકરીને પીંખી નાખી હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદ સામે આવતાં જ તાત્કાલિક તપાસ શરૂ કરી દેવાય હતી. આરોપી મોહમદ શકીલ સમસુદીન શેખની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.

  • દીકરીને તબીબી પરીક્ષણ માટે સિવિલ લવાય: પીડિત દીકરીની માતા હોટેલમાં કામ કરી ગુજરાન ચલાવે
  • હોટેલમાં પાડેલા ફોટો બતાવી હું કહું એ મુજબ નહીં કરે તો બધા ફોટો તારી માને આપી દેવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા : પોક્સો દાખલ

એટલું જ નહીં પણ પીડિત દીકરીને તબીબી પરીક્ષણ અને ઉંમરના પુરાવા માટે સિવિલ રીફર કરાઈ છે. પીડિત દીકરીની ઉંમર હાલ 15 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પીડિત દીકરીની માતા વિધવા છે અને હોટેલમાં નોકરી કરતા હોવાનું હાલ જાણવા મળ્યું છે. આરોપી શકીલ પણ હોટેલમાં કામ કરતો હોવાથી પરિચિત સહ કર્મચારીના ઘરે અવર જવર હોવાથી દીકરીના પરિચયમાં આવ્યો હોય એમ કહી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, માસુમ દીકરી સાથે મોબાઇલ ફોન પર સંપર્ક કરી મિત્રતા કેળવ્યા બાદ શકીલે સગીર દીકરીને અવર નવર પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં પણ ફરવા લઈ ગયો હોય અને હોટેલમાં પણ સંબંધ બાંધી ફોટો પાડ્યા હોવાની વાત સામે આવી છે. શકીલ પીડિત દીકરીને ફોટો બતાવી ધમકાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જે કહું એ મુજબ નહિ કરે તો આ ફોટો તારી માતાને બતાવી દેવાની ધમકી પણ આપતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતાને ઘરમાંથી ગર્ભ નિરોધક ગોળીના પાકીટ મળી આવતા આખો ભાંડો ફૂટ્યો હતો. માતાના દબાણ પૂર્વકની પૂછપરછમાં દીકરીએ તમામ સત્ય હકીકત જણાવી કહ્યું હતું કે શકીલ ભાઈ આ ગોળીઓ આપીને શારીરિક સંબંધ બાંધતા હતા.

તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે, શકીલ કુંવારો છે. બિહારનો વતની છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. શકીલની સંપૂર્ણ તપાસ કરાશે. દુષ્કર્મની ફરિયાદ સોમવારે જ દાખલ કરાઈ છે. પોલીસે જણાવ્યું કે, તમામ પ્રકારના પુરાવા સાથે આગળ વધીશુ, હાલ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top