SURAT

યુ ટ્યુબ પર વિડિયો જોઈ 8 લાખની શોપિંગ કરવાનું સુરતના બાપ-દીકરાને ભારે પડ્યું

સુરત : સુરતમાં રહેતા બાપ દીકરાને યુ ટ્યૂબ પર વીડિયો જોઈ ઓનલાઈન ખરીદી કરવાનું ભારે પડ્યું છે. એક વર્ષ પહેલાં મશીનનો ઓર્ડર આપ્યો હતો તે હજુ સુધી નહીં આવતા આખરે બાપ-દીકરાએ હરીયાણાની ઠગ ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘઉની કાપણી માટે હરિયાણા ખાતે એસકે કોમ્બાઇન કંપનીમાં ઓર્ડર આપનાર ખેડૂતોએ હરિયાણાના બાપ દિકરા સામે છેતરપિંડીની ફરિયાદ લિંબાયત પોલીસ મથકમાં દાખલ કરાવી હતી. તેમાં પ્રોપાઇટર બલરાજસિંગ અને સુશીલ બલરાજસિંઘ (રહેવાસી : પટિયાલા રોડ, જિલ્લો કેથાલ) સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • યુ ટ્યુબના વિડિયોના આધારે ઘઉની કાપણી માટેનું મશીન ખરીદવા આપેલા આઠ લાખ લઈને છેતરપિંડી
  • હરિયાણાના બાપ-દીકરાંએ ઘઉની કાપણી માટે 16 લાખની મશીન ખરીદીના આઠ લાખ એડવાન્સમાં લીધા હતા
  • હરિયાણાના એસકે કોમ્બાઇન કંપનીમાંથી મશીનની ડિલીવરી નહી આવતા ફરિયાદ દાખલ કરાઇ

આ ઠગ બાપ- દિકરા સામે હરિકૃષ્ણ કુશવાહા (રહેવાસી : ગોડાદરા કેનાલ રોડ, લિંબાયત) દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે 20મી માર્ચ 2022 દ્વારા તેઓએ એસકો કોમ્બાઇન કંપનીને ઘઉની કાપણી માટેના હાર્વેસ્ટ મશીનનો ઓર્ડર આપ્યો હતો. આ મશીનના આઠ લાખ રૂપિયા એડવાન્સમાં ચેકથી બાપ દિકરા દ્વારા મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓની કંપની ખૂબ મોટી છે તેના યુ ટયૂબના વિડીયો તેઓને મોકલતા તેઓએ આ નાણાં આપ્યા હતા. દરમિયાન એક વર્ષ સુધી આ કંપની દ્વારા તેઓ્ને મશીન નહી આપવામાં આવતા અને ફોન ઉંચકવાનુ બંધ કરી દેતા તેઓ દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સિંગણપોરમાં કપલ બોક્સમાં યુવતી ઉપર બળાત્કાર
સુરત: શહેરમાં કપલ બોક્સ કુટણખાનાં બની ગયાં છે. તેમાં ડભોલીની યુવતી સાથે કપલ બોક્સમાં જ શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી બનતાં યુવાન સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આરોપી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી રત્નકલાકાર મયૂર પ્રવીણ નાવડિયા (રહે., સુમન પ્રતીક આવાસ, હરિ દર્શનનો ખાડો, સિંગણપોર) સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફેસબુક પર વાતો કર્યા બાદ યુવતીને ફોસલાવી બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી હતી. ફેસબુક પર પરિચય કેળવી તે યુવતીને કપલ બોક્સમાં લઇ ગયો હતો. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Most Popular

To Top