Gujarat

ચીનથી આવેલા ભાવનગરનો વેપારી કોરોના પોઝીટીવ, તંત્રમાં હડકંપ

ગાંધીનગર: ચીનમાં ફેલાયેલા કોરોનાનાં કહેરનાં પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા દેશોમાં પણ કોરોનાનો પગ પેસારો વધી રહ્યો છે. ત્યારે ભાવનગર (Bhavnagar) માં ચીનથી પરત ફરેલા વેપારી (Businessman) કોરોના પોઝીટીવ (Corona Positive) આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલમાં વેપારીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેઓના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેપારી ચીનથી પરત ફરતા તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી વેપારીને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાયું
જે પ્રકારે ગુજરાતમાં કેસ સામે આવી રહ્યા છે તેને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. ભાવનગરમાં કોરોના પોઝીટીવ આવેલા ચીનથી આવેલા વેપારીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ ભાવનગર મનપા કમિશનરે ટેસ્ટિંગ વધારવા માટેની સુચના પાઈ દેવામાં આવ્યા છે. ભાવનગર પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા 21 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચીનથી આવેલો વેપારી કોરોના પોઝીટીવ આવતા તેને ક્વોરન્ટાઈન કરી સારવાર શરૂ કરી છે. આ સાથે જ તેઓના પરિવારજનો તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોનાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી યુવતી કોરોના પોઝીટીવ
રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી પરત આવેલી યુવતી પણ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેથી વોર્ડ નંબર સાતમાં આવેલા જાગનાથ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. જે પૈકી 64 આઇસીયુ બેડ અને બાકીના ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન અને દવાનો જથ્થાની સમીક્ષા કરાઇ હતી. તબીબ, નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જોકે, હાલમાં સિવીલ હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી.

વિદેશથી આવેલા લોકો સુપરસ્પ્રેડર બન્યા
વિશ્વમાં કોરોનાને લઇને હાહાકાર મચી જવા પામ્યો છે. ખાસ કરીને ચીનમાં. વિશ્વનાં અન્ય દેશોની સ્થિતિને જોતા ભારતમાં પણ સરકાર એલર્ટ છે. હાલમાં ડિસેમ્બરમાં અનેક વિદેશીઓ વતન પરત ફર્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદેશથી આવેલા લોકો સુપરસ્પ્રેડર બને તેવી આશંકા દેવાઈ રહી છે. ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કહેરને જોતા મોટો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી આવતા લોકોને કોરોના ટેસ્ટ વગર દેશમાં એન્ટ્રી નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top