Vadodara

વિશ્વામિત્રી પર ‘બોટલનેક’ સર્જાયો, અભિયાન માત્ર કાગળ ઉપર જ?

વડોદરા : વડોદરા મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારથી ખદબદે છે પછી ટીપીનો ભ્રષ્ટાચાર હોય, ગેરકાયદેસર દબાણો હોય કે નદીના પટ પર ગેરકાયદેસર બાંધકામની વાત હોય દરેક પર પાલિકા દ્વારા નદીના પટ પર કરાવેલા ગેરકાયદેસર દબાણો હટાવાતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રી પ્રોજેકટની માત્ર વાતો ચાલી રહી છે શહેરીજનોને સોનેરી સપના બતાવાઈ રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરાતી નથી. દબાણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. પાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ ની કામગીરી કરવાથી વડોદરામાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ સર્જાય તો હાલમાં જે નદીનો પટ નાનો થઈ ગયો છે અને પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે તેને અટકાવવામાં સફાઇ ઝુંબેશ મદદરૂપ થશે.?

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ મોન્સુનની કામગીરી કરી છે તેવી મોટી મોટી બાંગ પોકારે છે. વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રીમાં દબાણ એટલું બધું વધી ગયું છે કે જેને કારણે વડોદરાના શહેરીજનોના ઘરમાં પાણી ઘૂસવાના બનાવો બને છે જેને લઈને ઘરમાં જળચર પ્રાણીઓ પણ ઘરમાં ઘુસી જતા હોય છે આમ શહેરીજનોને પણ આ ડરનો સામનો કરવો પડે છે. જળચર પ્રાણી જેવા ઘરમાં સાપ, મગર જેવા પ્રાણીઓ ઘુસી જવાની બીક તેમને સતાવી રહી છે.

શહેરીજનોએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે તો પાછુ વિશ્વામિત્રીમાં પ્રિ-મોન્સુનની કામગીરી પણ કરી નથી જેથી નદીમાં મોટા મોટા જગલી વેળા, ઝાડો ઉગી નીકળ્યા છે તેને કારણે વિશ્વામીત્રીનો પટ નાનો થઈ ગયો છે જેને લઈને જો ભારે વરસાદ પડે તો વિશ્વામિત્રી નદીમાં પુર આવવાની શક્યતા નકારી પણ ન શકાય તદુપરાંત વિશ્વામિત્રી પટમાં એટલા મોટા દબાણો વધી ગયા છે કે વિશ્વામીત્રીનો પટ નાનો જોવા મળી રહ્યો છે. આ દબાણ પાલિકાની ટીમ દ્વારા ક્યારે પણ દુર કરવામાં આવતા નથી કારણ કે આ પટ પર જેને દબાણ કર્યું તે તેમની પર પાલિકા અને નેતાઓના ચાર હાથ હોવાને કારણે તેમના દબાણો દુર કરવામાં આવતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીના પટ પર ભીમનાથ બ્રિજ ઉપર સયાજી હોટલ, રાત્રિ બજાર સહિત મોટા દબાણો કરી દેવામાં આવતાં પટ નાનો થઈ ગયો છે.

ખાલી ફક્ત માળખાકીય પ્રશ્ન હલ કરે તો પણ વિશ્વામિત્રી સાફ થઇ જાય
આ કામગીરી ફક્ત પ્રિ મોન્સુન પુરતી મર્યાદિત નથી. જે મોટા પાયે વરસાદી કાસ સાંકડી કરી એટલે કે નષ્ટ કરી દેવામાં આવી છે. તેના કારણે વડોદરા શહેરમાં પાણી ભરાય જવાના પ્રશ્નો ઉભા થાય છે. તથા વિશ્વામિત્રીની કોતરો પણ ભરી દેવામાં આવી છે. – રોહિત પ્રજાપતિ, પર્યાવરણ વાદી
ગયા વર્ષે જે કામગીરી કરી છે તેનાથી આ વર્ષે કોઈ મેજર સમસ્યા સર્જાશે નહિ
પ્રિ મોન્સુનની કામગીરી ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં સઘન કરવામાં આવી હતી જે મને નથી લાગતું આ વખતે કોઈ વડોદરા વાસીઓને કોઈ મેજર સમસ્યા સર્જાશે તેવું લાગતું નથી. – કેયુર રોકડીયા, મેયર વડોદરા શહેર

Most Popular

To Top