Vadodara

ઢોર પશુપાલકોના અને ગૌપાલકો પાલિકાના કન્ટ્રોલમાં નથી..!

વડોદરા : વડોદરા શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર રસ્તે જોવા મળી રહ્યા છે. હજુ ગઈકાલે એક રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી તેને માથાના ભાગમાં નવ ટાંકા આવ્યા હતા. ઢોર પાર્ટી ઢોર પકડવા પોલીસ ને સાથે રાખીન ઢોર પકડવા જાય છે પણ ખરી પરંતુ પોલીસ ખાલી મુકપ્રેક્ષક બની તમાસો જોયા કરે છે. પશુ પાલકોની દાદાગીરી એટલી બધી હોય છે કે ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડાય છે  પણ પશુ પાલકો તે ઢોરને પોલીસની હાજરીમાં જ છોડાઈને જતી રહે છે. આમ પોલીસની કામગીરી પર પણ શંકા ઉભી થાય છે તેવામાં આજ રોજ વડોદરા શહેરમાં રખડતા ઢોર હોય કે કુતરા હોય તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગઈકાલે રાત્રે સંગમ ચાર રસ્તા પાસે વધુ એક યુવકને રખડતી ગાયને કારણે અકસ્માત થતા સારવાર માટે દવાખાનામાં દાખલ કરતા માથામાં પાંચ ટાંકા આવ્યા હતા.

વડોદરામાં રસ્તા રખડતા ઢોર દિવસે ને દિવસે રખડતા જોવા મળી રહ્યા છે તેને કારણે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ તેજ કરી છે. જેમાં આજ ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવામાં આવે છે ત્યારે પશુ પાલકોની દાદાગીરીને કારણે કેટલીક વાર ઢોર પાર્ટીને માર ખાવાનો વારો આવે છે અને કેટલાક પશુપાલકો ઢોર છોડાયને જતા રહે છે.  વડોદરા શહેરમાં રસ્તે રખડતી ગયો અને કુતરા નો ત્રાસ ખુબ જ વધી ગયો છે. તેવા સમયે રાત્રીના સમયે રસ્તે રખડતી ગાયોની અડફેટે આવવાનું  વધુ બે બનાવો આજ રોજ બનવા પામ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો પ્રથમ બનાવની વાત કરીએ તો શહેરના કિશનવાડી વિસ્તારના ચાર રસ્તા પાસે રહેતા સાગર મુરલીધર ગઈકાલે  રાત્રે બાઈક લાઈને સંગમ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે રાત્રીના સમયે રોડ ઉપર રખડતી ગાયની અડફેટે આવતા બાઈક સ્લીપ થઇ જતા તેમને ઈજાઓ પહોચી હતી જેને લઈને તેમને તાત્કાલિક સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયારે બીજા બનાવમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ ડી માર્ટની સામે આવેલ ભાથુજીનગરમાં રહેતા હાર્દિક વસવા સાંજના સમયે ગુરુકુળ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો તે વખતે રસ્તા પર દોડી રહેલી ગયે હાર્દિક વસાવાની બાઈક સ્લીપ થઇ જતા તેને નાની મોટી ઈજાઓ થઇ હતી. જેથી તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડાયો હતા. શહેરમાં અલગ અલગ બે વિસ્તારોમાં ગાયની અડફેટે આવવાના બનેલા બનાવમાં વારસિયા અને પાણીગેટ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.

Most Popular

To Top