Dakshin Gujarat

ચોકલેટની લાલચ આપી મહુવાની 12 વર્ષીય બાળકી ઉપર ગામના જ 55 વર્ષીય આધેડે બળાત્કાર ગુજાર્યો

અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના એક ગામમાં 12 વર્ષીય બાળકી સાથે ગામના જ 55 વર્ષીય એક શખ્સે પૈસા અને ચોકલેટની (Choclate) લાલચ આપી વારંવાર બળાત્કાર (Rape) કર્યો હોવાની વાતે ચકચાર મચી ગઈ છે. બાળકીની માતાએ શખ્સ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે પોક્સો (Pocso) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષીય બાળકી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી ફળિયામાં જ રહેતો સુખાભાઈ ભાણાભાઈ હળપતિ ઘરના દરવાજા બંધ કરી જબરજસ્તી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો.

આ અંગેની જાણ કોઈને ન કરવા બાળકીને દસ-વીસ રૂપિયા તેમજ ચોકલેટની લાલચ આપતો હતો. ઘરમાં ઉપરાંત નરાધમે બાળકીને ત્રણથી ચાર વખત ઘરના વાડામાં આવેલા શૌચાલયમાં તેમજ ઘરની નજીક આવેલી આંબાવાડીમાં પણ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સુખાની વારંવારની હરકતને કારણે અંતે બાળકીએ આ વાત તેની માતાને કરી હતી. માતાએ આ અંગે મહુવા પોલીસને જાણ કરતાં પોલીસે ઇપીકોની કલમ 376(2)(J)(N), 376(A,B) તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ 4,6 અને 8 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભટારમાં ધોરણ-10 ની વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
સુરત: ભટાર ખાતે રહેતી મહિલાએ તેની દિકરી સાથે સોયેબ નામના વિધર્મી યુવકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ભટાર ખાતે આઝાદનગરમાં રહેતા સોયેબ શફી શેખનો ભટાર રોડ પર રહેતી 15 વર્ષની સગીરા સાથે ઓક્ટોબર 2022 માં પરિચય થયો હતો. સગીરા ધોરણ 10 માં અભ્યાસ કરે છે.

સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે આ સોયેબે સગીરા પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. અને બાદમાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સોયેબે તું મને બહુ ગમે છે અને હું તને પ્રેમ કરૂ છું અને તારી હા હોય તો મને જણાવ તેમ કહ્યું હતું. સગીરાએ ના પાડી છતાં તેનો પીછો કરતો હતો. છેવટે સગીરાએ મિત્રતા કરવાની હા પાડી ત્યારે તેને મળવા બોલાવી હતી. 6 મહિના પહેલા સોયેબે સગીરાને તેના ઘરે મળવા બોલાવી હતી. ત્યારે તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઘણી વખત અલથાણ ગાર્ડનમાં મળવા બોલાવી ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અલથાણ ગાર્ડનમાં ટોયલેટ પાસે શરીર સંબંધ બાંધવા બળજબરી કરતો હતો. ખટોદરા પોલીસે સોયેબ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top