એક બાજુ ચીન બીજી બાજુ પાકિસ્તાન. તો વળી બાંગ્લાદેશે પણ આ નવરાત્રિ દરમિયાન હિન્દુઓના પાંડાળ, મંદિરો, અને ધર્મસ્થાનો પરકાળોકેર વર્તાવી રહ્યાં છે. આપણે અને વિશ્વએ પાક્સિતાનના અત્યાચારને આતંક નામ આપી દીધું છે. આઠ થી દસ સૈનિકોને દગાથી હુમલો કરી મોતને ઘાટ ઊતારી દીધાં. પરિવારનો વિલાપ જોવાય નહીં એવો કરૂણ હતો. આ તો ચાલુ જ છે તે દરમિયાન ગરીબ બિચારા બિહારથી રોજી કમાવા માટે આવે છે. પાણીપૂરીની લારી ચલાવે છે તેવાઓને ઘરમાં જઈને ગોળીએ ઠાર કરી દીધાં દવાના વેપારી તથા સ્કૂલમાં બે શિક્ષકોની હત્યા કરી દેવાઈ. આ બધાં જ હિંદુઓ હતા. ભિખારી દેશ ભારતને બધી જ રીતે પાયમાલ કરવા ઈચ્છે છે. ભારતની દેશ બહાર ઈજ્જાત-માન છે તે એનાથી સહન થતું નથી.
બે દેશોએ લોકોની સાથે ક્રિકેટ રમવા પણ તૈયાર નથી. રમીઝ રાજા તો બધું જ બોલી ગયા. પણ પાકિસ્તાનને ઈજ્જત કે માન જેવું કંઈ જ નથી. બસ ભારત ઉપર હુમલા કરવા અને કાશ્મિરીઓની (દેશ દ્રોહી) મદદથી જ ઘરમાં ઘૂસીને મારે છે. વેલેન્ટાઈન પર ચાલીસ જવાનોને કણેલા તેમાં પણ કાશ્મિરીની જ મદદ મળેલી. બિહારીઓને આપણે પૈસાની મદદ તો કરવાની જ છે. પણ આડકતરી રીતે પાકિસ્તાન ભારતને ખોખલું કરી રહ્યું છે. આપણો દેશ સહિષ્ણુતાથી ભરેલો છે. સર્જીકલ સ્ટ્રાઈક કરીશું તો પણ આર્થિક રીતે બોજ વધવાનો, પણ પાકિસ્તાન કંઈ સુધરે એમ લાગતું નથી. પકડાયેલા આતંકીઓએ સમગ્ર રીતે પર્દાફાસ કરી એને ખૂલ્લું પાડ્યું છતાં પણ!! ટૂંકમાં માનસિક અને આર્થિક રીતે એ ભારતને ખૂબ પરેશાન કરવા ઈચ્છી રહ્યું છે. દુબઈમાં પાકિસ્તાન સાથે ભારતે ક્રિકેટ ન જ રમવી જોઈએ. સહનશીલતાની પણ હદ શકે.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.