Vadodara

આઈપીએલ મેચ પર સટ્ટો રમતાં બે શખ્સ ઝડપાયા

વડોદરા : સોટી પોલીસે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રહેલા બે શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે બંનેની ધરપકડ કરી રોકડ રૂ, 3270 અને એક મોબાઈલ મળી કુલ રૂ. 8270ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ફતેપુરા ચાર રસ્તા પાસે અસવતાં પોલીસને બાતમી મળી હતી કે, સાજીદ કદરભાઈ સકિયાવાલા મિત્રો સાથે પોતાના મોબાઈલમાં ક્રિકેટ એક્સ્ચેન્જન એપ્લીકેશનમા સ્કોર જોઈ ચિઠ્ઠીઓ ઉડાવી ખેલાડી માંગી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાે રમાડે છે. 

જેથી પોલીસે ચોક્કસ મળેલ બાતમીના આઘારે દરોડો પાડી સાજીદ કાદરભાઈ સકિયાવાલા અને સરીફશા સ્લિમશા દીવાનની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સાજીદ કાદરભાઈ સકિયાવાલા મોબાઈલમાં ક્રિકેટ એક્સ્ચેન્જન એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચેની મેચનો હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી  રોકડ રૂ, 3270 અને એક મોબાઈલ મળી કુલ રૂ. 8270ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસે બંને વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top