વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 12 કેસ મળી આવ્યા હતા.જ્યારે ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1747 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 994 પર પહોંચ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડા ઉલ્ટીના 47 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 236 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 565 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 565 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે. વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.
આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 49 સેમ્પલમાંથી 12 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના રામદેવનાગર -2 , એકતાનગર ,નવીધરતી -2 , શિયાબાગ , તરસાલી , દંતેશ્વર , મકરપુરા , કપુરાઈ , દિવાળીપુરાખાતેથી 2 કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 24 કેસો પૈકી 5 કેસ પોઝિટિવ આવ્યા હતા. શહેરના વડસર , ફતેપુરા , સમા , તાંદલજા , રામદેવનગરમાંથી મળી આવ્યા હતા.તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના કારણે 565 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 565 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના લોહીના નમૂના લઇને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતા.