રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપામાં 8 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપામાં 4, સુરત ગ્રામ્ય, વડોદરા મનપામાં 3-3, મહેસાણા, પંચમહાલ, રાજકોટ મનપામાં 2-2, જ્યારે અમરેલી, આણંદ, જામનપ ગ્રામ્ય-મનપા, કચ્છ, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે.
આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 285 થઈ છે. જ્યારે 280 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 57 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,413 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 મનપા અને 25 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
વધુ 3,69,164 વ્યક્તિને રસી આપવામાં આવી
મંગળવારે 18-45 વર્ષ સુધીના 1,84,414 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 45,282 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 64,615 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 63,370 વ્યક્તિને બીજો ડોઝ તેવી જ રીતે 110 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 8,373ને બીજો ડોઝ મળી કુલ 3,69,164 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,21,75,416 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.