કાલોલ: સોશિયલ મીડિયાના ફાયદા ઉપરાંત ગેરફાયદાઓ પણ વધી રહ્યા છે. સાંપ્રત સમાજમાં ડિજિટલ મોબાઈલ અને ડિજિટલ સાધનો દ્વારા દુરુપયોગ થવાના કિસ્સાઓ સમાજમાં રોજ-બરોજ બનતા હોય છે આવો જ કિસ્સો કાલોલના એક યુવાન વેપારી સાથે બનવા પામ્યો છે. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા કાલોલના યુવકની એક યુવતી સાથે ઓળખાણ જાણ થતાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા વિડીયો કોલના માધ્યમથી બંને જણા વર્ચ્યુઅલ સેક્સના રવાડે ચડી ગયા હતા.
મોબાઈલ સામે કેમેરામાં નિર્વસ્ત્ર થઇ અંગ ઉપાંગો બતાવવાના ચક્કરમાં યુવાન વેપારી સંપૂર્ણપણે ભૂલી ગયો કે સામે છેડે થી છોકરી પોતાના મોબાઈલ દ્વારા રેકોર્ડિંગ કરી રહી છે યુવતી દ્વારા કરેલ રેકોર્ડિંગ યુવકને મોકલીને સંભવતઃ નાણાંની માગણી થવા પામી હતી જે માંગ નહીં સંતોષાતાં યુવતી દ્વારા અથવા તેના સાગરિતો દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. કાલોલ ઉપરાંત આસપાસના ગામોમાં ખૂબ જ ઝડપથી ભોગ બનેલા યુવકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ ભોગ બનેલા યુવકે સાયબર સેલમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આજના સમયમાં અજાણ્યા માણસો મારફતે આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ અને અજાણ્યા નંબર પરથી આવતા વિડીયોકોલ સ્વીકારવાનું ટાળીએ એ જ સર્વોત્તમ ઉપાય છે ખેતરમાં એકલવાયા વૃદ્ધો, વિધુર અને યુવાનોને ચોક્કસ ગેંગ દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેની સાથે લોભામણી વાતો કરી આ રીતે પૈસા પડાવતા હોવાનું બહાર આવી રહ્યા છે ત્યારે સાવચેતીપૂર્વક મોબાઈલનો ઉપયોગ થાય તે આજના યુગમાં ખૂબ જ હિતાવહ હોવાનું મનાઈ રહ્યું છે.
વેપારીએ કોલગર્લની માગ ન સ્વીકારતા અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
સોશિલય મિડિયામાં કોલ ગર્લના સંપર્કમાં આવેલા કાલોલનો વેપારી બિભત્સ હરકતોથી ભાનભુલી જતાંં કોલગર્લ દ્વારા બ્લેક મેઈલીંગ કરીને વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. કોલર્ગલે પોતાના મોબાઇલમાં વેપારીની આવી અશ્લિલ હરકતો અને અંગત પળોનું રેકોર્ડીંગ કર્યું હતું અને વેપારી પાસે કોલગર્લ દ્વારા બ્લેકમેઇલીંગ કરી નાણાં પડાવવાની યુક્તિ કરવામાં આવી હતી. આ માંગણી વેપારીએ નહીં સ્વીકારતાં વેપારીનો અશ્લિલ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરી દેવામાં આવતા પંચમહાલ િજલ્લાના કાલોલ નગરના લોકોમાં ભારે ચર્ચાનો િવષય બન્યો હતો.