Vadodara

કપાસિયા તેલ ભરેલું ટેન્કર કાંસમાં ખાબકતાં લોકોએ તેલની લૂંટ ચલાવી

          વડોદરા : મહારાષ્ટ્રના આકોલ ખાતેથી કાચું કપાસિયા તેલ ભરી કડી ખાતે જઈ રહેલ ટેન્કરના ચાલકને ઝોકું આવતા વડોદરા શહેરના તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર ટેન્કર પલ્ટી ખાઈ ગઈ હતી.જેના કારણે હાઈવે પર તેલની નદી વહેતી થઇ હતી.લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની રીતસરની લૂંટ ચલાવી હતી.બનાવ અંગે ટેન્કરના ચાલકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરના છેવાડે આવેલ તરસાલી હાઈવે પર મોડીરાત્રે કાચું કપાસિયા તેલ ભરીને પસાર થઈ રહેલી ટેન્કર પલ્ટી ખાતા ટેન્કરમાં રહેલ કપાસિયા તેલ માર્ગ નજીકના ખાડામાં વહી ગયું હતું.આકોલાથી કાચું કપાસિયા તેલ ભરી ટેન્કર કડી જવા નીકળ્યું હતું.જે ટેન્કર મોડીરાત્રે તરસાલી હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યું હતું.

ત્યારે ડ્રાઇવરને ઝોખું આવી જતા ટેન્કર પલ્ટી ખાઈ માર્ગ નજીક ખાબકી ગયું હતું.જેને લઈ ટેન્કરમાં રહેલા હજારો કિલો કપાસિયા તેલ વહી ગયું હતું.ટેન્કરનો ચાલક અને ડ્રાઇવર સમજે તે પહેલાં જ વિસ્તારમાં કપાસિયા તેલ ભરેલી ટેન્કર પલ્ટી મારી ગઈ હોવાની વાત વહેતી થતા લોકો ડબ્બા,વાસણ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.અને તેલની લૂંટ ચલાવી અંધારામાં છુંમંતર થઈ ગયા હતા.જેની જાણ ટેન્કરના ચાલકે પોલીસને કરી ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના અકોલા ખાતેની ખાનગી કંપની માંથી ઓમ પ્રકાશ માલી 32 ટન ઉપરાંતનું કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા.

દરમિયાન વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઈવે પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેન્કરે જોખું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો.ડ્રાઇવરે  ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી.જેના કારણે 32 ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

મહત્વનું છે કે હાલ બજાર માં તેલના ભાવ આસમાને છે.સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે.ત્યારે કપાસિયા તેલ ભરેલા ટેન્કરે પલ્ટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો લાભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી.ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકોએ કપાસિયા તેલની નદી વહેતી જોઈ ડબલા ભરી ભરીને તેલ લઈને રવાના થઈ ગયા હતા. બનાવમાં ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી. પરંતુ ટેન્કરે પલટી મારતા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.હાલ તો તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવનાર લોકો વિરુદ્ધ ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top