National

મુંબઈથી ગુજરાત આવતી 3 મહત્વની ટ્રેનો મોડી પડશે, 15થી 45 મિનિટ સુધીનો વિલંબ; જાણો કારણ

મુંબઈથી ગુજરાત તરફ મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ રેલવે સેક્શનમાં ઓપરેશનલ કારણોસર રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ મુંબઈથી ગુજરાત તરફ આવતી ત્રણ મહત્વની ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારના કારણે ત્રણેય ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી ગુજરાત પહોંચશે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસને સૌથી વધુ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. એટલે કે આ ટ્રેન પોતાના સામાન્ય સમય કરતાં 45 મિનિટ મોડી દોડશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલને 20 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. જ્યારે ટ્રેન નંબર 12901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત મેલને 15 મિનિટ સુધી મોડી કરવામાં આવશે. આ ફેરફારના કારણે મુંબઈથી ગુજરાત તરફ આવતા અને રસ્તામાં વાપી, સુરત, વડોદરા તથા અમદાવાદ જેવા મહત્વના સ્ટેશનો પરથી ટ્રેન પકડનારા અથવા ઉતરનારા મુસાફરોના પ્રવાસના સમયમાં અસર થઈ શકે છે. ખાસ કરીને આગળની કનેક્ટિંગ ટ્રેન, બસ અથવા અન્ય મુસાફરીનું આયોજન કરનારા મુસાફરોએ સમયનું ધ્યાન રાખવું પડશે.

રેલવે વિભાગ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે સ્ટેશન માટે નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું વર્તમાન રનિંગ સ્ટેટસ અને અપડેટેડ સમય ચકાસી લે. ઓપરેશનલ પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સમયમાં વધુ ફેરફાર પણ થઈ શકે છે. મુસાફરોએ રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલાં ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ તપાસીને જ મુસાફરીનું આયોજન કરવું હિતાવહ રહેશે.

Most Popular

To Top