India

ગુજરાત ગેસનો ઘરમાં ઉપયોગ કરનારાઓ માટે માઠા સમાચાર: ઘરેલુ ગેસમાં 6.53 રૂપિયા નો વધારો

તહેવારોમાં જ મોંઘવારીનો વધુ એક ઝટકો: ગુજરતા ઘરેલું ગેસ નો ભાવ ટેક્સ વિના રૂ. 46.69 પ્રતિ MCM હતો, હવે નવો ભાવ 53.22 રૂપિયા થઈ ગયો,અગાઉ ઘરેલું પીએનજી ગેસનો ભાવ ટેક્સ વિના ३. 46.69 પ્રતિ мcм હતો, હવે નવો ભાવ 53.22 રૂપિયા થઈ ગયો

મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. તહેવારોની સિઝન વચ્ચે ગુજરાત ગેસ દ્વારા ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં રૂ. 6.53 પ્રતિ એસસીએમનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીના નવા દર મુજબ 3 સપ્ટેમ્બર, 2026થી ઘરેલું વપરાશકારોને ટેક્સ સહિત પીએનજી ગેસ રૂ. 53.22 પ્રતિ એસસીએમના ભાવે મળશે. નવા ભાવ અમલમાં આવતા રાજ્યના લાખો ઘરેલું ગ્રાહકોના માસિક ગેસ બિલમાં સીધી અસર થવાની શક્યતા છે.

ગુજરાત ગેસના 21થી 22 લાખ કનેક્શન હોવાનો અંદાજ
રાજ્ય સરકારના તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં હાલ 37.43 લાખથી વધુ અને કેટલાક અન્ય તાજેતરના અહેવાલો અનુસાર 38.10 લાખથી વધુ ઘરેલું પીએનજી કનેક્શન કાર્યરત છે. જેમાં મુખ્યત્વે ગુજરાત ગેસ લિમિટેડ

ઘરેલું ગેસનો વધારો 12.53 લાખ ગ્રાહકો પર અસર કરશે
સુરત: ગુજરાત ગેસ કંપનીએ ઘરેલું પાઇપ્ડ ગેસમાં કરેલા વધારાથી દ.ગુ.માં 12.53 લાખ ગ્રાહકોને સીધી અસર થશે. દક્ષિણ ગુજરાતમાં સુરત-ભરૂચ-અંકલેશ્વર વિસ્તાર સૌથી મોટો ગ્રાહક વિસ્તાર છે. અહીં કુલ 9,23,976 ઘરેલું PNG ગ્રાહકો નોંધાયેલા છે. વલસાડ જિલ્લામાં 1,55,036 ઘરેલું PNG ગ્રાહકો નોંધાયેલા છે અને નવસારી ઉપરાંત જલાલપોર, ચીખલી, બીલીમોરા, ગણદેવી અને આસપાસના અનેક વિસ્તારોમાં PNG નેટવર્કનો સમાવેશ થાય છે. હજીરા અલગ G.A.માં 44,061 ઘરેલું PNG ગ્રાહકો છે. સુરતના વિવિધ વિસ્તારો ઉપરાંત ચોર્યાસી, પલસાણા, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી, વ્યારા તેમજ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા અને ઝંબુસર જેવા વિસ્તારોના ગ્રાહકોને આ ભાવવધારાની અસર થશે.

ગુજરાતમાં કુલ 37.43 લાખથી વધુ ઘરેલું PNG કનેક્શન હોવાનું સરકારી માહિતીમાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગુજરાત એનર્જી ઉપરાંત અન્ય સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે,અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને વડોદરા ગેસ લિમિટેડ જેવી કંપનીઓ આ સેવા પૂરી પાડવામાં આવે છે. કુલ કનેકશનમાંથી ગુજરાત ગેસ પાસે આશરે 21થી 22 લાખ કનેકશન હોવાનો અંદાજ છે.

ભાવવધારાની અસર ક્યાં કેટલી?
વિસ્તાર
ગ્રાહક સંખ્યા
સુરત-ભરૂચ
અંકલેશ્વર
9,23,976
હજીરા
44,061
નવસારી
1,30,558
વલસાડ
1,55,036
કુલ ગ્રાહકો
12,53,631

.

Most Popular

To Top