Vadodara

સરદાર એસ્ટેટ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ

ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.9

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે એક લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ દૂરથી જ દેખાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પ્રયાસો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર આ બસ શાહ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણને લઈને આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે આગમાં બસને ભારે નુકસાન થયું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આગનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top