એક સમય એવો હતો કે જાહેર ભવિષ્ય નિધીનાં ખાતા પોસ્ટ ઓફિસ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓમાં જ ખોલાવી શકાતા હતા. બાદમાં બધી રાષ્ટ્રીયકૃત બેંકોમાં આ સુવિધા શરૂ થઈ. હવે કોઈ વ્યક્તિ પોસ્ટ ઓફિસ સાથે કે સ્ટેટ બેંકમાં અન્ય કોઈ વ્યવહાર નહીં કરતા હોય અને ફક્ત પીપીએફ ખાતું આ બે સંસ્થાઓમાં રાખેલું હોય અને તેને પોતાની અન્ય વ્યવહારોવાળી બેંકમાં તબદીલ કરવા ચાહે તો આ સંસ્થાઓ સાથનું ખાતું બંધ કરવી પડે છે અને ત્યાર બાદ જ પોતાની બેંકમાં પીપીએફ ખાતું ખોલી શકે છે.
કોઈ પણ સરકારી યોજનાઓ માટેનું બેંકને મળતું ફંડ બેંક પાસે ધિરાણનાં હેતુથી રહેતું નથી પણ પોતાની કેન્દ્રીય કચેરી દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે ટ્રાન્સફર થતું હોય છે અને જ્યારે ખાતા ધારકને સંપૂર્ણ કે આંશિક પેમેન્ટ કરવાનું હોય છે ત્યારે પણ પોતાની કેન્દ્રીય કચેરી દ્વારા રિઝર્વ બેંક પાસેથી મેળવવાનું હોય છે. જો પોસ્ટ ઓફિસ કે કોઈ પણ બેન્ક ફક્ત ખાતાનો રેકોર્ડ જ જાળવતી હોય તો આજનાં સમયમાં જ્યારે બધી બેંકો અરસ પરસ નેટ બેન્કિંગથી જોડાઈ હોય તો પીપીએફ ખાતાને આવી અરસ પરસ રેકોર્ડની ફેરબદલીની સુવિધા કેમ નહીં અને ફક્ત પીપીએફ એકાઉન્ટ હોય તો તેની વિગત આયકરનાં AIS માં કેમ નથી મોકલાતી તે પ્રશ્ન પણ થાય જ.
સુરત – પિયુષ મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.