પૃથ્વી પરના જળના સ્રોતોને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે (૧) વૃષ્ટિ જળ (૨) પૃષ્ઠ જળ (૩) ભૂમિગત જળ. આ પૈકી જળનો મુખ્ય સ્રોત તો વૃષ્ટિ જળ જ છે જેની સમસ્યાએ હાલ ગંભીર સ્વરૂપ લીધું છે. ૨૧ જૂને સૂર્યાઘાત કર્કવૃત્ત એટલે કે તેના ઉત્તરાયણના અંતિમ બિંદુ સુધી પહોંચે અને ભારત તેમજ તેના પાડોશી દેશોમાં હવાના હલકા દબાણની રચના કરી મોસમી પવનોને ખેંચી તે માધ્યમથી વરસાદ લાવે પણ હજુ સુધી વાતાવરણ સાફ-સુતરું હોવું આ અનાવૃષ્ટિના સંકેત છે એમ કહી શકાય કે હજુ ચોમાસાની શરૂઆત જ નથી થઈ અને તેના કારણે પૃષ્ઠ જળ ઘટવા લાગ્યાં છે અને ભૂમિગત જળની સપાટી નીચે ઉતરવા માંડી છે.
મુંબઈ જેવા વધુ વસ્તીગીચતા ધરાવતા શહેરોમાં પાણીની અછત વર્તાવા માંડી છે, ત્યારે દરેક મોટા શહેરો અને ગામડાઓએ પણ પાણીના સદુપયોગ અંગે વહેલા જાગી જવાની જરૂર છે. કારણ કે વાતાવરણને જોતા અને જે સમાચારો મળે છે તે અધીન વાર્ષિક વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સંભાવના છે. સૌ જાણો છો કે ‘જળ એજ જીવન છે’ માટે ઉપલબ્ધ પાણીના જથ્થાનો ખૂબ સાવચેતી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હાલ પ્રવર્તી રહેલા જળસંકટ સામે લડવા સૌએ ગંભીરતા દાખવવાની તાતી જરૂર છે. નહીં તો એ દિવસ દૂર નથી જ્યારે હજી આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.
તાપી – યોગેશકુમાર પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.