Charchapatra

વૈશ્વિક શાંતિ દિશામાં મહત્વનું પગલું!

14 જૂન 2026ના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે 14-સૂત્રી શાંતિ સમજૂતી પર સહમતી સધાઈ. પાકિસ્તાને મધ્યસ્થીની ભૂમિકા ભજવી. 19 જૂનના રોજ જિનેવામાં ઔપચારિક સહી થશે, તેના મુખ્ય મુદ્દાઓમાં તમામ મોરચે તાત્કાલિક અને કાયમી યુદ્ધવિરામ, જેમાં લેબનાનનો સમાવેશ થાય છે, 30 દિવસમાં હોર્મુઝ સામુદ્રધુની ખુલશે અને ટોલ ફ્રી રહેશે, અમેરિકાની નૌકાદળની નાકાબંધી હટાવવામાં આવશે,ઈરાન 60 દિવસ સુધી યુરેનિયમ સંવર્ધન સ્થગિત રાખશે; અમેરિકા પ્રતિબંધો હળવા કરશે, ઈરાનની 300 અબજ ડોલરની સ્થિર સંપત્તિ મુક્ત થશે, 120 દિવસમાં અમેરિકી સૈન્ય પીછેહઠ કરશે, કેદીઓની અદલાબદલી અને પુનઃનિર્માણ માટે 300 અબજ ડોલરનું ભંડોળ! આ સમજૂતીથી વૈશ્વિક તેલ બજાર સ્થિર થશે અને ભારત સહિત વિશ્વના દેશોને ફાયદો થશે. સંવાદથી જ શાંતિ શક્ય છે! ૐ શાંતિ! વિશ્વ શાંતિ!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

અદભૂત વડલો!!
વર્ષો પહેલાં દિલ્હીની આસપાસ ગીચ જંગલો હતા. જ્યાં મધરાતે ચોર, લૂંટારા બહાર વટિયાઓ વગેરે એક મોટા વડલા નીચે ભેગા થતાં. લૂંટના માલ-સામાનની વહેંચણી કરી ખાઇ પીને છૂટા પડતા. જોગાનુજોગ ઇત્તેફાકથી આજ તેજ જગ્યાએ આપણી પાર્લામેન્ટ આવેલી છે અને ત્યાં ભણેલા, ગણેલા, અભણ, ખૂની, બળાત્કારીઓ વગેરે અનેક ગુનેગારો ભોળી પ્રજાને ધોળે દહાડે લૂંટીને પોતપોતાના ભાગની વહેંચણી કરતા, ખંધા રાજકારણીઓ જોવા મળે છે. તેઓ જનતાને વિવિધ પ્રકારે રંજાડીને એશઆરામની જિંદગી જીવતાં હોય છે. કદાચ એ વડીલી ભૂતિયો હશે?
સુરત     – રમેશ મોદી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top