હાલ અધિકમાસ ચાલે છે, સાથે ભગવદકથા, વિષ્ણુયાગ જેવા પ્રસંગોનું ભાવિકભક્તો આયોજન કરે. પૂર્ણાહૂતી બાદ સાંજના સગા સંબંધી મિત્રોને ભોજન પ્રસાદી પીરસાય. જે પાકુ ભોજન જ હોય. યજમાનની દોડાદાડ, અથાક મહેનત, ધક્કા, પરિશ્રમ જ પરિશ્રમ. હમણા જ એક નિકટના સંબંધીઓ બદ્રિનારાયણ મંદિર પરિસરમાં ‘વિષ્ણુયાગ’ યજ્ઞની ઉજવણી થઈ. નાળિયેરની આહૂતી બાદ જમણવાર શરૂ થયો. ખરો ખેલ હવે જોવા મળ્યો! કેટલાક તત્વો અપટુડેટ થઈ શર્ટ-ટાઈમાં આવે. જમણની લાઈનમાં ઘૂસી જાય. જમવાતો આયોજક છે. થોડો સમય બાદ બીજા બે આવ્યા, જે યજમાનની વ્યાનમાં આવ્યુ. સગા નથી, ઓળખતા નથી સમાજના નથી! બધી ચકાસણી કરી તપાસ કરી, ગેં ગે, ફેંગે જવાબ આપ્યો. એ વણનોતર્યા મહેમાન હતા. આજકાલ આવી ટોળકીઓ સમુહમાં આવી ઘૂસી જાય. ક્યા જમણવાર છે કંઈ વાડીમાં છે, બોર્ડ પર નામ લખ્યુ હોય તો જાણી લે. અમારાં આ પ્રસંગે યજમાને વોચ ગોઠવી. પરિસ્થિત કાબૂમાં લીધી. કોન્ટ્રાક્ટ પણ ગણીને લાવેલા ડીસ ઘટી પડતાં દોડાદોડ થઈ. બીજી વાત જ્યારે ડીસ મૂકવા જાય ત્યા પણ વોચ જરૂરી બગાડ, વધેલી ચીજ વસ્તુ ખવડાવી ખાલી તદ્દન ખાલી ડીસ મૂકાવવાનો જ આગ્રહ જરૂરી.
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.