Gujarat

ઓપરેશન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ ત્રીજા દિવસે પણ યથાવત

ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા તથા રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુથી ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત સતત ત્રીજા દિવસે રાજ્યભરમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 172 પુરુષો, 282 મહિલાઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રાજ્યમાં વસવાટ કરતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.

ગાંધીનગરમાં પોલીસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ ટીમો દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. શંકાસ્પદ વ્યક્તિઓ તથા વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલા તમામ વ્યક્તિઓ સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top