Charchapatra

તૂટતો બ્રીજ કે પત્તાનો મહેલ

બ્રીજ તૂટવાની ઘટના આપણા માટે કોઇ નવી નથી લાગતી. આપણે સૌ એનાથી ટેવાઇ ગયા છીએ પણ વિચાર આવે છે કે બ્રીજ એવો તે કેવો બંધાય છે કે ત્રીવ હવાને કારણે ધારાશાયી થઇ જાય. એ તો બ્રીજ છે કોઇ પત્તાનો મહેલ નથી કે હવાથી તૂટી પડે. પુરેપુરી નિષ્ઠા, નીતિ અને ઇમાનદારીથી કામ કરવામાં આવે તો આવુ પરિણામ આવી જ ન શકે. આજે આપણી નજર સમક્ષ એવા પણ બ્રીજ છે જે અંગ્રેજોએ બાંધ્યા હતા અને તે આજે પણ અડીખમ ઉભા છે. એનો એક કાંગરો પણ ખર્ચો નથી. બ્રીજ તૂટે છે અને તેમાં કેટલીય માસૂમ જિંદગી હોમાય  છે સરકાર તો આવી દુઘર્ટના સર્જાય એટલે મૃતકના પરિવારને પાંચ લાખ રૂા. આપવાના દાવા કરે છે અને ઇજાગ્રસ્તોને 50000 રૂા. આપવાના નિર્ણય લે છે પણ શું આ પૈસાથી જેમણ પોતાના સ્વજન ઘટના મોભી ગુમાવ્યા હોય તે પાછા મેળી શકશે ખરા? આવી દુઘર્ટના વારંવાર ન ઘટે તે માટે નક્કર પગલાં લેવાવા જોઇએ.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top