Gujarat

ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા

ગાંધીનગર,તા.13

ગુજરાત રાજ્યને નવા લોકાયુક્ત મળ્યા છે. રાજ્યપાલ આચાર્ય દવવ્રતે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત સમારોહમાં જસ્ટીસ (નિવૃત્ત) બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા હતા.આ શપથવિધિ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ , ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લોકભવન ખાતે યોજાયેલા આ સમારોહ દરમિયાન રાજ્યપાલ દ્વારા જસ્ટીસ બિરેન વૈષ્ણવને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાજ્યના વહીવટી અને જાહેર જીવનમાં પારદર્શિતા તથા જવાબદારી સુનિશ્ચિત કરવામાં લોકાયુક્તની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.સમારોહ બાદ રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમાં સારા શાસન અને ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમની નિમણૂક મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top