India

પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાતા જ એક્શનમાં શુભેન્દુ સરકાર

મમતા સરકારના અનેક નિર્ણયો રદ, પ્રથમ કેબિનેટમાં 10 મોટા નિર્ણય

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક પરિવર્તન બાદ હવે નવી BJP સરકારએ ઝડપી અને આક્રમક શરૂઆત કરી છે. Chief Minister Suvendu Adhikari ની આગેવાની હેઠળ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં Mamata Banerjee સરકારના અનેક નિર્ણયો પર ફેરફાર કરવામાં આવ્યા છે. નવી સરકારે પ્રશાસન, કાયદો-વ્યવસ્થા, કેન્દ્ર સરકારની યોજનાઓ અને સરહદ સુરક્ષા સહિતના મુદ્દાઓ પર એકસાથે મોટા નિર્ણયો લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંગાળમાં હવે “ડબલ એન્જિન સરકાર”ની નવી શરૂઆત થઈ ગઈ છે.

નવી સરકારના સૌથી મોટા નિર્ણયોમાં Ayushman Bharat યોજના લાગુ કરવાનો સમાવેશ થાય છે. મમતા સરકાર લાંબા સમયથી કેન્દ્રની આ આરોગ્ય યોજનાને રાજ્યમાં અમલમાં લાવી નહોતી. હવે શુભેન્દુ સરકારે રાજ્યમાં Ayushman Bharat સાથે PM Jan Arogya Yojana, PM Fasal Bima Yojana, PM Vishwakarma અને Beti Bachao Beti Padhao જેવી અનેક કેન્દ્રિય યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. સરકારે દાવો કર્યો કે આથી લાખો લોકોને સીધો લાભ મળશે.

બીજો મહત્વપૂર્ણ નિર્ણય Indian Penal Code અને Criminal Procedure Codeની જગ્યાએ Bharatiya Nyaya Sanhita (BNS) તાત્કાલિક અમલમાં મૂકવાનો રહ્યો. CM શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે અગાઉની સરકારે સંવિધાનિક ફેરફારો હોવા છતાં જૂની કાનૂની વ્યવસ્થાને જ ચાલુ રાખી હતી. હવે રાજ્યમાં નવી ફોજદારી કાનૂની વ્યવસ્થા લાગુ થશે.
સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષા મુદ્દે પણ મોટો નિર્ણય લીધો છે. Border Security Force માટે સરહદ પર ફેન્સિંગ બનાવવા 600 એકર જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા તરત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના Chief Secretary અને Land Revenue Department ને આગામી 45 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

BJP સરકારે રાજકીય હિંસામાં મૃત્યુ પામેલા પોતાના 321 કાર્યકર્તાઓના પરિવારોની સંપૂર્ણ જવાબદારી લેવાની પણ જાહેરાત કરી છે. BJP લાંબા સમયથી આરોપ લગાવતી આવી છે કે મમતા શાસન દરમિયાન તેના અનેક કાર્યકર્તાઓની હત્યા થઈ હતી. હવે નવી સરકારે આવા પરિવારોને સહાય અને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.મમતા સરકાર દરમિયાન નિયુક્ત કરવામાં આવેલા અનેક નામાંકિત અધિકારીઓ, બોર્ડ સભ્યો અને જાહેર ઉપક્રમોના હોદ્દેદારોને પણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 60 વર્ષની નિવૃત્તિ ઉંમર બાદ extension પર કામ કરતા અધિકારીઓની સેવાઓ પણ સમાપ્ત કરી દીધી છે. આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

પ્રશાસનિક ફેરફારોમાં રાજ્યના નવા Chief Secretary તરીકે Manoj Agarwal ની નિમણૂક પણ નોંધપાત્ર રહી. અગાઉના Chief Secretary Dushyant Nariala ને નવી દિલ્હીમાં Principal Resident Commissioner તરીકે મોકલવામાં આવ્યા છે. સાથે જ હવે બંગાળના IAS અધિકારીઓને કેન્દ્ર સરકારના Training Programs માં પણ મોકલવામાં આવશે. શુભેન્દુ સરકારે મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી છે. 1 જૂનથી સમગ્ર પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે Free Bus Service શરૂ કરવામાં આવશે. BJPએ ચૂંટણી દરમિયાન આ વચન આપ્યું હતું, હવે સરકાર બનતા જ તેના અમલની જાહેરાત કરી છે.

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે Upper Age Limit માં પાંચ વર્ષની છૂટ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. General Category માટે ઉંમર મર્યાદા 40થી વધારી 45 વર્ષ અને SC-ST-OBC ઉમેદવારો માટે 43થી વધારી 48 વર્ષ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે કોરોના અને ભરતી પ્રક્રિયામાં વિલંબને કારણે અનેક ઉમેદવારોને નુકસાન થયું હતું.
રાજ્યમાં તરત જનગણના પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નવી સરકારે આરોપ લગાવ્યો કે અગાઉની સરકારે કેન્દ્ર સરકારના નિર્દેશો હોવા છતાં Census પ્રક્રિયા આગળ વધારી નહોતી. હવે બાકી રહેલા Administrative Circular ને તરત અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.

CM શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે તેમની સરકાર મમતા શાસનની તમામ કલ્યાણકારી યોજનાઓ બંધ નહીં કરે, પરંતુ ગેરલાભાર્થીઓ અને “અયોગ્ય લોકો”ની ઓળખ કરીને તેમને સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. તેમણે અધિકારીઓને “Yes Man” બનવાને બદલે સ્વતંત્ર અને પારદર્શક રીતે કામ કરવાની સલાહ આપી હતી. નવી સરકારના આ નિર્ણયો બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યો છે. BJP આને “સુશાસન અને વિકાસની શરૂઆત” કહી રહી છે, જ્યારે TMC આ નિર્ણયોને “રાજકીય બદલો” ગણાવી રહી છે. આગામી દિવસોમાં શુભેન્દુ સરકારના આ નિર્ણયો બંગાળની રાજનીતિ અને પ્રશાસન પર કેટલી અસર કરે છે, તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top