Vadodara

ઈન્કમટેક્સ કર્મચારીઓનો હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર સાથે વિરોધ

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા આયકર ભુવન ખાતે કર્મચારીઓનું સતત બીજા દિવસે આંદોલન યથાવત રહેવા પામ્યું હતું. પે કમિશનથી માંડી પડતર 10 માંગણીઓ સંદર્ભે દેશભરમાં કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે, વડોદરામાં કર્મચારીઓએ હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર કર્યા હતા.

ગુજરાત સર્કલના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીએ જણાવ્યું હતું કે, હાફ ડે વોક આઉટ કર્યું છે. સરકારે જે ડિમાન્ડ અમારી 10 માંગણીઓની હતી એને ધ્યાન પર લીધી નથી અને પૂરી કરી નથી. ગઈ કાલે જે મિટિંગ હતી. એમાં દસે દસ અમારી ડિમાન્ડ છે, પે કમિશનથી માંડીને તમામ એ બધી જ ડિમાન્ડ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. પણ એની ઉપર કોઈ હકારાત્મક એક્શન લેવામાં આવ્યા નથી. તો ભવિષ્યની અંદર જે પણ ઉપરથી સીએસક્યુના કોલ આવશે. એ મુજબ 13મી તારીખે ખુલ્લી સ્ટ્રાઈક છે અને આગળના જે પણ ઓર્ડર્સ દિલ્હીથી મળશે. એ પ્રમાણે આગળના ધરણા પ્રોગ્રામથી માંડીને વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આખી ઓફિસ જે છે. આઈટી ગોવા એટલે ગેજેટેટ યુનિયન અને આઇટીએફ સાથે અમે ટોટલી બધાએ જ હાફ ડે વોક આઉટ કર્યું છે.

Most Popular

To Top