Charotar

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ

સાત રાઉન્ડના અંતે ભાજપને 25 હજાર અને કોંગ્રેસને 18 હજાર મત મળ્યાં

આણંદ.
આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. વિદ્યાનગર ખાતે ચાલી રહેલી મતગણતરીમાં સાત રાઉન્ડના અંતે બન્ને વચ્ચે 7 હજારનો ફર્ક દેખાઇ રહ્યો છે.
વિદ્યાનગર ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરીમાં સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને 25,961 મત મળ્યાં છે. જ્યારે બીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ 18,819 મત મળ્યા છે. આમ, સાત રાઉન્ડના અંતે ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. જેના પગલે ઉમરેઠ વિધાનસભામાં ભાજપના ટેકેદારોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top