આજે 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરી શરૂ છે. પરિણામ પર સૌ મીટ માંડીને બેઠા છે. જોઇએ કોણ મારશે આજે બાજી…
વોર્ડ મુજબ સ્થિતિ:
વોર્ડ નંબર 1 (જહાંગીરપુરા- વરીયાવ – છાપરાભાઠા- કોસાડ) – ભાજપની જીત
- ભાજપની જીત
વોર્ડ નંબર 2 (અમરોલી – મોટાવરાછા) – ભાજપની જીત
- શરૂઆતમાં: 4 કોંગ્રેસ આગળ
- બાદમાં સ્થિતિ બદલાઈ: 3 કોંગ્રેસ, 1 AAP આગળ
- ત્યારબાદ: 2 ભાજપ, 1 AAP, 1 કોંગ્રેસ આગળ
- અંતે: તમામ સીટ પર ભાજપ આગળ
- ભાજપની જીત
વોર્ડ નંબર 3 (વરાછા – સીમાડા) – ભાજપની જીત
- 2 ભાજપ અને 2 AAP વચ્ચે ટક્કર
- મહેશ અણઘડ (AAP) vs સુરેશ ધામેલિયા (BJP) વચ્ચે કટોકટીની લડાઈ (200–300 મતનો ફરક)
- ઉમેદવારોના મત:
- ધ્રુવીશકુમારી ગોસ્વામી (AAP): 7498
- કાવ્યા કથિરિયા (BJP): 8251
- વિશાલ રાઠોડ (BJP): 7192
- મહેશ અણઘડ (AAP): 7648
- અંતે: 3 ભાજપ અને 1 AAP આગળ
- ભાજપની જીત
- પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપાના વોર્ડ નં. 3 માં જીત મેળવીને અલ્પેશ કથીરિયાનો દબદબો જાળવી રાખ્યો છે.
વોર્ડ નંબર 4 (કાપોદ્રા) – ભાજપની જીત
- શરૂઆતથી ભાજપની પેનલ આગળ
- 4 રાઉન્ડ બાદ પણ ભાજપ આગળ
- અંતે: ભાજપના ચારેય ઉમેદવારોની જીત
- ભાજપે AAP પાસેથી વોર્ડ કબજે કર્યો
વોર્ડ નંબર 5 – (અલથાણ – બમરોલી – વડોદ) – ભાજપની જીત
- વોર્ડમાં ભાજપ જીતે એવી સ્થિતિ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી માર્જિનથી પાછળ
- વોર્ડ 5 ભાજપની વિજયી પેનલ આપ પાસેથી વોર્ડ છીનવ્યો
વોર્ડ નંબર 6 – (કતારગામ) – ભાજપની જીત
વોર્ડ નંબર 7 – (કતારગામ-વેડ) – ભાજપની જીત
- વોર્ડ 7માં બીજેપી ની પેનલ જીતની લગોલગ
- ભાજપની પેનલ જીતી
વોર્ડ નંબર 8 – (ડભોલી-સિંગણપોર)
વોર્ડ નંબર 9 – (રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર ) – ભાજપની જીત
- ભાજપની જીત
વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર) – ભાજપની જીત
- તમામ સીટ પર ભાજપ આગળ
- વોર્ડ નંબર 10 ભાજપની જીત
વોર્ડ નંબર 11 (અડાજણ – ગોરાટ)
- અપક્ષ તરુણ પટેલ 1194 મત
- ભાજપ આગળ
વોર્ડ નંબર 12 (નાણાવટ – સૈયદપુરા – કુબેરનગર – મહિધરપુરા) – કોંગ્રેસની જીત
- રાઉન્ડ 6 બાદ: 3 કોંગ્રેસ, 1 AAP આગળ
- કોંગ્રેસ આશરે 15000 મતોથી આગળ, ભાજપને 5000–6000 મત
- 1 ભાજપ – 3 કોંગ્રેસ / 2 ભાજપ – 2 કોંગ્રેસ
- 3 ભાજપ અને 1 કોંગ્રેસ, કોંગ્રેસનું ખાતું ખુલ્યું, પરંતુ ભાજપે પેનલમાં બહુમતી મેળવી
- 5 વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે.
- અહીં વોર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય
વોર્ડ નંબર 13 – (વાડી ફળિયા – નવાપુરા – બેગમપુરા -સલાબતપુરા)
વોર્ડ નંબર 14 (ઉમરવાડા – માતાવાડી) – ભાજપની જીત
- શરૂઆતથી તમામ સીટ પર ભાજપ આગળ
- અંતે ભાજપની પેનલની જીત
વોર્ડ નંબર 15 (કરંજ-મગોબ) – ભાજપની જીત
- ભાજપની પેનલની જીત
વોર્ડ નંબર 16 (પુણા – પશ્ચિમ) – ભાજપની જીત
- ભાજપે આપ પાસેથી છીનવ્યો તાજ
- પાયલ સાકરીયા સહિતની પેનલ નિહાર ભાઈ સાકરીયા 500 મતે હાર્યા
- શોભનાબેન કેવડિયા સુરત મહાનગરપાલિકા (SMC) ના વોર્ડ નંબર 16 (પુણા-1) ના આમ આદમી પાર્ટી (AAP) ના ચૂંટાયેલા નગરસેવક ચૂંટણીમાં પાર્ટી હારતા રડી પડ્યા
વોર્ડ નંબર 17 (પુણા – પૂર્વ ) – આપની જીત
- વોર્ડ નંબર 17 પુણા (પૂર્વ) માં આપ આગળ
- આખરે આપનું ખાતું ખુલ્યું વોર્ડ 17માં ચારેય બેઠક પર આપની જીત
વોર્ડ નંબર 18 (લિંબાયત, પરવત, કુંભારીયા) – ભાજપની જીત
- ભાજપની પેનલ જીત
વોર્ડ નંબર 19 (આંજણા – ડુંભાલ) – ભાજપની જીત
- શરૂઆતમાં કોંગ્રેસની પેનલ આગળ
- કોંગ્રેસે વોર્ડ 19 માં મજબૂત પ્રદર્શન કર્યું, પરંતુ અંતે ભાજપ આગળ નીકળી
- અંતે તમામ સીટ પર ભાજપ આગળ
- ભાજપની પેનલની જીત
- કાર્યકરો દ્વારા જયશ્રી રામના નારા
વોર્ડ નંબર 20 (ખટોદરા- મજુરા-સગરામપુરા)
વોર્ડ નંબર 21 (સોનીફળિયા – નાનપુરા – અઠવા – પીપલોદ)
- કોંગ્રેસની પેનલ આગળ (4 સીટ)
- શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર (2–2)
- સોની ફળિયા નાનપુરા અઠવા પીપલોદમાં ગણતરી ચાલું છે. ભાજપ આગળ
વોર્ડ નંબર 22 (ભટાર- વેસુ-ડુમસ) – ભાજપની જીત
શીતલબેન પ્રતિકભાઈ પટેલ- 34614
રશ્મિ ગીરધારી સાબુ – 33720
દિપેશભાઈ ચંદુલાલ પટેલ – 39508
હિમાંશુ પ્રવીણસિંહ રાઉલજી – 32876
વોર્ડ નંબર 23 (બમરોલી – ઉધના (ઉત્તર)) – ભાજપની જીત
- ઉર્મિલા શૈલેન્દ્ર ત્રિપાઠી – 18396
- ડો. દિનાનાથ મહાજન – 16604
- દેવેન્દ્ર બોકડિયા (એડવોકેટ) – 15995
વોર્ડ નંબર 24 – ઉધના દક્ષિણ – ભાજપની જીત
- દસમાં રાઉન્ડના અંતે ભાજપની જીત નિશ્ચિત
- હજી કાઉન્ટીંગ ચાલુ છે
- કુલ 706 મત નોટાના રહ્યા
- ભાવના શાહ – 20922
- માયાબેન બારડ – 20673
- કેયુર પટેલ – 24257
- રવિન્દ્ર ખેરનાર – 19741 મતોથી જીત મેળવી
- ભાજપ જીતી
- ગણતરી પૂર્ણ
વોર્ડ નંબર 25– (લિંબાયત-ઉધના યાર્ડ) – ભાજપની જીત
વોર્ડ નંબર 26 – ગોડાદરા ડિંડોલી ઉત્તર – – ભાજપની જીત
- વોર્ડ 26માં 8માં રાઉન્ડના અંતે ભાજપા આગળ
- ભાજપ આગળ) ગણતરી ચાલુ છે
- વોર્ડ નંબર 26 માં અમિત રાજપૂત સહિત ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા
વોર્ડ નંબર 27 – (ડીંડોલી દક્ષિણ) – ભાજપની જીત
વોર્ડ નંબર 28 -(પાંડેસરા – ભેસ્તાન) – ભાજપની જીત
વોર્ડ નંબર 29 – (અલથાણ – બમરોલી – વડોદ) – ભાજપની જીત
વોર્ડ નંબર 30 – (કનસાડ-સચિન-ઉન-આભવા) – ભાજપની જીત
તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત પરિણામ:
- ચોર્યાસી તાલુકા પંચાયત
- 9 બેઠકોમાંથી 8 પર ભાજપ અને 1 પર અપક્ષની જીત
- જીતેલી બેઠકો: હજીરા-1, હજીરા-2, હજીરા-3, સુવાલી, ભટલાઈ, મોરા-1, મોરા-2, કવાસ
- હજીરાની તાલુકા પંચાયતની દામકા બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપક પટેલનો વિજય
જિલ્લા પંચાયત
- હજીરા અને મોરા બેઠક પર ભાજપનો વિજય
- કપલેઠા બેઠક
- લઘુમતી વસ્તી ધરાવતી બેઠક પર પ્રથમ વખત ભાજપની જીત
- ભાજપ ઉમેદવારનો 150 મતોથી વિજય
તાપી જિલ્લા પંચાયત
- તાપી જિલ્લા પંચાયતની 26 બેઠક પૈકી ભાજપમાં બુહારી એક અને કમાલછોડ બેઠક પર કોંગ્રેસની જીત
- તાપીના નિઝર તાલુકામાં ભીલજાંબોલીમાં ભાજપ અને ઉકાઈની ધજંબામાં કોંગ્રેસની જીત
- નિઝર તાલુકાના ભીલજાંબોલી તા.પં. બેઠક પર બબીતાબેન વળવી BJP પક્ષ વિજેતા
- ઉકાઈ તાલુકા પંચાયત માં 1 બેઠક ધજંબા કોંગ્રેસની જીત
- તાપીના વ્યારા તાલુકા પંચાયતની વીસ બેઠકો પૈકી બીજેપી 6 અને કોંગ્રેસ 12 બેઠક જીતી
કડોદરા જિલ્લા પંચાયત
- કડોદરા પાલિકામાં ભાજપના બળવાખોર સસ્પેન્ડેડ ભોળા ભરવાડની અપક્ષથી જીત
- સુરત જિલ્લાની કડોદરા નગર પાલિકા વોર્ડ નંબર 6 માં અપક્ષ ઉમેદવાર ભોળા ભરવાડની જીત
બારડોલી નગર પાલિકા
- બારડોલી નગર પાલિકા માં વોર્ડ નં.- 2માં ભાજપની પેનલ જીતી
- બારડોલી નગરપાલિકામાં વોર્ડ નં.2 નું આવ્યું પરિણામ, ભાજપની પેનલ વિજેતા…
- ભાજપ પેનલ વિજેતા, ફાલ્ગુની બેન ચેતન કુમાર ચૌધરી, કોકિલાબેન કેતનભાઈ દેસાઈ, શૈલેષ ધનસુખ રાઠોડ – બિન હરીફ, સારંગ મહેશ પટેલ
ગણદેવી નગરપાલિકા
- ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડની ચૂંટણીમાં ભાજપની જીત
- ગણદેવી તાલુકોની ઉંડાચ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર સેજલ પટેલ વિજેતા
- ભાજપના ઉમેદવાર અને માજી સરપંચ વિનોદ પટેલને પરાજય
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની નોંધપાત્ર જીત
- પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ, સમર્થકોમાં ઉજવણીનો માહોલ
- ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 23 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી
વ્યારા નગર પાલિકા વોર્ડ નં. 2
- ચેતન પારેખ
- માધવી જોષી
- આશિષ ગામિત
- વ્યારા નગરપાલિકા ના વોર્ડ નં. 1માં ભાજપની પેનલની જીત
તરસાડી નગરપાલિકા
- તરસાડી પાલિકામાં વોર્ડ-1માં ભાજપની જીત
- તરસાડી નગરપાલિકા વોર્ડ 1 મા બીજેપીના ઉમેદવાર વિજેતા
- વોર્ડ નંબર એકમાં બે બેઠક બિનહરીફ
- વોર્ડ નંબર એકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી ટક્કર
નવસારી – વેસ્માં જિલ્લા પંચાયત
- વેસ્મા જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય
- ભાજપના ઉમેદવાર આશિષ પટેલ વિજેતા જાહેર
- નવસારી જિલ્લા પંચાયતની વધુ એક મહત્વપૂર્ણ બેઠક પર ભાજપનો કબજો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકરોમાં ખુશીની લહેર, સમર્થકોમાં ઉજવણીનો માહોલ
- નવસારીની ઉનાઈ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જીત
- નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભગવો લહેરાયો
- 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો
- કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો
તાલુકા પંચાયત
ચોર્યાસી તાલુકા પંચાયત
- ચોર્યાસી તાલુકા પંચાયત 16 પૈકી 14 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 1 કોંગ્રેસ, 1અપક્ષ ઉમેદવારોનો વિજય
- ચોર્યાસી તાલુકા પંચાયતની ત્રણેય જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય
કામરેજ તાલુકા પંચાયત બેઠક 1
- કામરેજ તાલુકા પંચાયત બેઠક 1 પર ભાજપના ઉમેદવાર સુમનબેન દલપતભાઈ રાઠોડની જીત થઈ
- કામરેજ તાલુકા પંચાયતની સતત બીજી સીટ ભાજપની જીત, 2700થી વધુ મતથી જીત્યાં
- કામરેજ તાલુકા પંચાયતમાં ભાજપની કવિતા દેસાઈ જીતી,
ઓલપાડ તાલુકા પંચાયત
- ઓલપાડ તાલુકા પંચાયતની દાંડી બેઠકના ભાજપના ઉમેદવાર શશીકલાબેન કિશોરભાઈ પટેલની જીત
- કોંગ્રેસ 313, નોટા – 68, ભાજપ – 3627
- 3314 વોટથી ભાજપ જીતી
- કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ
- 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસમુક્ત
- ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ 5 જિલ્લા પંચાયતની બેઠક પર તમામ 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય
- 24 તાલુકા પંચાયતની બેઠક પર તમામ 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય.
- ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ સુરત શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય.
મહુવા તાલુકા પંચાયત
- મહુવા તાલુકાની દેદવાસણ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત.
- અંબિકા તાલુકાની અનાવલ તા.પ બેઠક પર ભાજપ વિજેતા
કીમ 2 તાલુકા પંચાયત
- ભાજપ ઉમેદવાર દિવ્યેશ પટેલનો વિજય
- ભાજપ 2291
- કોંગ્રેસ 248
- નોટા 91
- 2043 લીડથી ભાજપનો વિજય
નવસારી તાલુકા પંચાયત
- નવસારી જલાલપોર તાલુકા પંચાયતની ડાભેલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહંમદ હનીફ વાઝાની જીત
- જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક પર સ્વાતિબેન પટેલ 760 મતથી જીત્યા
- નવસારી જિલ્લા પંચાયત સરીબુજરંગ ઉમેદવાદ મનીષ પટેલ 8200 લીડ સાથે ભાજપ વિજેતા
અરેઠ તાલુકા પંચાયત
- અરેઠ તાલુકા પંચાયતની ચાર બેઠકો પર ભાજપ વિજય
- અરેઠ, કરાવલી,ઝાબ અને ખોડંબા બેઠક પર ભાજપનો વિજય
વાંસદા તાલુકા પંચાયત
અંકલાછ તાલુકા પંચાયત – કોંગ્રેસ વિજેતા
ચાપલધરા તાલુકા પંચાયત – ભાજપ વિજેતા
અન્ય મહત્વપૂર્ણ મુદ્દા:
- ગાંધી એન્જિનિયરિંગ ખાતે મતગણતરી દરમિયાન ટપલીદાવની કોશિશથી તણાવ જેવી સ્થિતિ
- સુરતમાં આપને મોટો ઝટકો, ઉમેદવાર મનોજ સોરઠિયા પરાજિત
- સુરતના વોર્ડ નંબર 19ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરો દ્વારા “પંચર… પંચર…”ના નારા લગાવવામાં આવ્યા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની અને બંને પક્ષ વચ્ચે બબાલ સર્જાઈ.
- પોલીસની નોકરી છોડીને રાજકારણમાં આવેલા પૂર્વ IPS મનોજ નિનામાની હાર
- આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત
- શોભનાબેન કેવડિયા સુરત મહાનગરપાલિકા (SMC) ના વોર્ડ નંબર 16 (પુણા-1) ના આમ આદમી પાર્ટી (AAP) ના ચૂંટાયેલા નગરસેવક ચૂંટણીમાં પાર્ટી હારતા રડી પડ્યા
- કમલમ નો ચા વાળો જીત્યો…કમલમ ખાતે લોકોને ચા પીવડાવતા રમેશભાઈ ભીલની જીત

