Charchapatra

છેતરાયાનો આનંદ

સ્વર્ગીય કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક રખડવાનો આનંદ વાંચ્યુને વર્ષો થઈ ગયા. અમે પણ બાળપણથી રખડવાનો આનંદ માળતા આવ્યા છીએ. આજે અહીં રખડવાના આનંદની સાથે ‘છેતરાયાનો આનંદ તથા ‘લૂટાયાનો આનંદ વિશે વાત કરવી છે. હાલમાં જ અમો જગન્નાથપુરી બનારસ તથા અયોધ્યાની યાત્રા કરી આવ્યા. આ દરેક જગ્યાએ રીક્ષા ચાલક ભાઈઓએ લૂંટવાની એકપણ તક ન ચૂકયાનો અનુભવ કરાવ્યો. નજીકના અંતરે જવા માટે પણ બેથી ત્રણ ગણું ભાડુ માંગવું (હું મારી 83 વર્ષિય માતા સાથે ગયો હતો) જોવા કે ફરવા લાયક  સ્થળ લઈ જવાને બદલે શોપીંગમાં લઈ જવા માટે વધુ ઉત્સુક કારણકે કમિશન મળે.

વેઈટીંગ પીરીયડનું બહાનું બનાવી નિર્ધારીત ભાડા કરતાં વધુ રકમ પડાવવી. કલર સાહેબનો દોહો ‘લૂંટ શકે તો લૂંટલો’ દરેક રીક્ષાવાળા ભાઈઓએ આત્મસાત કરી લીધો હોય તેવુ લાગ્યું. અમારા જેવો અનુભવ લગભગ ઘણાં લોકોને થયો જ હશે એવું માનું છું પણ આનાથી કેવી રીતે બચવું તે તો ખુદ ભગવાન જ જાણે.
સુરત     – ધર્મેશ ટોપીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top