World

પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?

ઈરાનમાં ચાલી રહેલી તંગ પરિસ્થિતિ વચ્ચે મોજતબા ખામેનેઈને લઈને મોટા દાવા સામે આવ્યા છે. અહેવાલો મુજબ, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકન અને ઇઝરાયલી દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કહેવામાં આવે છે કે આ હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈના કમ્પાઉન્ડ પર થયો હતો, જેમાં મોજતબા પણ હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં મોજતબા ખામેનેઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કેટલાક અહેવાલો કહે છે કે તેમનો એક પગ એટલો ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો કે તેને કાપવો પડ્યો હતો. આ ઉપરાંત તેમના ચહેરા અને હોઠ પર પણ ગંભીર દાઝયા હોવાનું કહેવાય છે, જેના કારણે તેમને બોલવામાં મુશ્કેલી પડી રહી છે. તેમના હાથ પર પણ સર્જરી થઈ હોવાના દાવા છે. હાલ તેઓ ગુપ્ત સ્થળે રહીને સારવાર લઈ રહ્યા છે અને હજુ સુધી જાહેરમાં દેખાયા નથી. તેમની સુરક્ષા ખૂબ કડક રાખવામાં આવી રહી છે, કારણ કે ઇઝરાયલ તરફથી ફરી હુમલાનો ખતરો માનવામાં આવે છે. આ કારણે તેમનું સ્થાન અને સારવાર સંબંધિત માહિતી પણ ખૂબ ગોપનીય રાખવામાં આવી રહી છે.

મોજતબા ખામેનેઈ હાલમાં સીધા જાહેરમાં આવીને ભાષણ કે વીડિયો સંદેશ આપતા નથી. તેઓ ફક્ત લેખિત સંદેશાઓ દ્વારા જ લોકો સુધી પોતાની વાત પહોંચાડે છે. આ સંદેશાઓ પણ પરંપરાગત અને સુરક્ષિત રીતથી મોકલવામાં આવે છે, જેમાં વિશ્વાસુ લોકો દ્વારા કુરિયર સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ વચ્ચે, ઈરાનમાં વાસ્તવિક સત્તા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. કહેવાય છે કે હાલના સમયમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નો પ્રભાવ વધ્યો છે અને મહત્વના નિર્ણયો સેનાના ઉચ્ચ અધિકારીઓની સલાહથી લેવામાં આવી રહ્યા છે. જોકે, આ તમામ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. છતાં, મોજતબા ખામેનેઈની ગેરહાજરી અને તેમના આરોગ્ય અંગેની અટકળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.

Most Popular

To Top