અમદાવાદ
પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામ અંતર્ગત નોન-ઇન્ટરલોકિંગ કાર્ય કરવામાં આવશે. તેના કારણે નીચે દર્શાવેલ ટ્રેનોને પરિવર્તિત માર્ગ દ્વારા સંચાલિત કરવામાં આવશે:
ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ – દરભંગા એક્સપ્રેસ જે તારીખ 24.04.2026ના રોજ અમદાવાદથી રવાના થશે, તે પોતાના નિર્ધારિત માર્ગ માણિકપુર–પ્રયાગરાજ–પ્રયાગરાજ
રામબાગ–વારાણસી–ઔંઢિહાર ના સ્થાને પરિવર્તિત માર્ગ માણિકપુર–પ્રયાગરાજ છિવકી–જીવનાથપુર–વારાણસી–જૌનપુર–ઔંઢિહાર થઈને ચાલશે.
ટ્રેન સંખ્યા 15559 દરભંગા – અમદાવાદ એક્સપ્રેસ જે તારીખ 29.04.2026ના રોજ દરભંગાથી રવાના થશે, તે પોતાના નિર્ધારિત માર્ગ ઔંઢિહાર–વારાણસી–પ્રયાગરાજ રામબાગ–પ્રયાગરાજ–માણિકપુરના સ્થાને પરિવર્તિત માર્ગ ઔંઢિહાર–જૌનપુર–વારાણસી–જીવનાથપુર–પ્રયાગરાજ છિવકી–માણિકપુર થઈને ચાલશે.
ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ – પટના એક્સપ્રેસ જે તારીખ 26.04.2026ના રોજ અમદાવાદથી રવાના થશે, પોતાના નિર્ધારિત માર્ગ માણિકપુર–પ્રયાગરાજ–પ્રયાગરાજ રામબાગ–વારાણસી–પંડિત દીન દયાલ ઉપાધ્યાયના સ્થાને પરિવર્તિત માર્ગ માણિકપુર પ્રયાગરાજ છિવકી–મિર્જાપુર–પંડિત દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.
ટ્રેન સંખ્યા 19422 પટના – અમદાવાદ એક્સપ્રેસ જે તારીખ 28.04.2026ના રોજ પટના થી રવાના થશે,
પોતાના નિર્ધારિત માર્ગ પંડિત દીન દયાલ ઉપાધ્યાય–વારાણસી–પ્રયાગરાજરામબાગ–પ્રયાગરાજ–માણિકપુરના સ્થાને પરિવર્તિત માર્ગ પંડિત દીન દયાલ ઉપાધ્યાય–મિર્જાપુર–પ્રયાગરાજ છિવકી–માણિકપુર થઈને ચાલશે.
ટ્રેન સંખ્યા 09447 અમદાવાદ – પટના વિશેષ ટ્રેન જે તારીખ 29.04.2026ના રોજ અમદાવાદથી રવાના થશે, પોતાના નિર્ધારિત માર્ગ આગ્રા ફોર્ટ–ટૂંડલા–પ્રયાગરાજ–પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સ્થાને પરિવર્તિત માર્ગ આગ્રા કૅન્ટ–વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)–માણિકપુર–પ્રયાગરાજ છિવકી–પંડિત દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.