નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક; અધિકારીઓને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા સૂચના
વડોદરા:
વડોદરા શહેર અને જિલ્લામાં યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે સુહાની કેલૈયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન મતદાનના અગાઉના દિવસની કામગીરી, મતદાનના દિવસે અનુસરવાની પ્રક્રિયા તેમજ વિવિધ કમિટીઓમાં ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરેક તબક્કે આયોજન સુચારૂ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ અધિકારીઓને મતદાનના દિવસે સમયપાબંધી જાળવી જવાબદારીપૂર્વક ફરજ બજાવવા અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની ખાસ સૂચના આપી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સંબંધિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને નિર્ભય, નિષ્પક્ષ અને સુવિધાજનક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.