Charchapatra

વકીલ ભુલાભાઇ દેસાઇ

આઝાદ હિન્દ ફોજ વિશેના ચર્ચાપત્રમાં સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવવા વિશે મિત્રમંડળ સાથે વાત કરતાં કેટલાક મુદ્દા ધ્યાનમાં આવ્યા. આઝાદ હિન્દ ફોજ એ તો પોતાનું કર્તવ્ય પૂરું કર્યું પરંતુ સમાજે એને માટે શું કર્યું. અહીં મહત્ત્વની વાત આવે છે એ રેડ ફોર્ટ ટ્રાયલ દરમ્યાન અંગ્રેજ જેવા શક્તિશાળી શાસન સામે લડનાર આપણા ગુજરાતના વકીલ ભુલાભાઇ દેસાઇ. એમના વિશે ભાગ્યે જ કંઇ જાણકારી સુલભ છે. હું તો પ્રયત્ન કરીશ જ પરંતુ કેટલીક માહિતી મેળવવા પત્રમિત્રો પણ પ્રયત્ન કરે. જેમ કે એ સમયે આઇએનએ માટે રાષ્ટ્રમાં કેવો જુવાળ હતો.

ભુલાભાઇનું કાયદાકીય જ્ઞાન અને કોઠાસૂઝની બે વાતો. પોલિટિકલ વાત નથી કરવી પરંતુ રાષ્ટ્ર માટે આટલું બલિદાન આપનાર સૈન્ય માટે ભૂતકાળના શાસકોએ કંઇ કાર્યવાહી કરેલી કે કેમ. ભુલાભાઇ દેસાઇ માત્ર સારા વકીલ જ હતા કે પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમનો કોઈ અન્ય ફાળો પણ હતો. સાથે સાથે સમાજે પણ એમને માટે શું કર્યું, જેમ કે એમનું સ્મારક કે પછી એમના વિશે કોઇ પુસ્તક. આશા છે આવા વિરલા વિશે આવી બધી જાણકારી પ્રગટ થાય.
સુરત     – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top