માનવસર્જીત અત્યંત આધુનિક ટેકનોલોજીને લઈને જે અશાંતિએ પોતાનું અવ્યવહારુ સ્વરૂપ બતાવતા શાંતિની શોધમાં નીકળેલો આજનો આધુનિક માણસ. આજે આપણે હાથે કરીને દુઃખી થઈ રહ્યાં છીએ તેનું મૂળ તત્ત્વ એ છે કે આપણે કુદરતસર્જીત જે ચીજવસ્તુઓ બનાવી છે, તેનામાં આપણી આધુનિક બુદ્ધિ થકી નિતનવા પ્રયોગો કરતા રહી, અસલ જીવનનું ધ્યેય, જીવનમાંથી મળતી શાંતિ, દરેક ધર્મના ગ્રંથોનું અધ્યયન, મનન, ચિંતન, ગહન અને મનનનું જ્ઞાન આ બધું આપણને જીવન દરમ્યાન શાંતિ આપનાર કુદરત સામે અયોગ્ય નુસખાઓ થકી જે શાંતિ શોધવા નીકળેલો માણસ વિકટ પરિસ્થિતિમાં મુકાયલો જોવા મળી રહ્યો છે. આજના આ સમયમાં આપણે મિનિટે મિનિટે, કલાકે કલાકે કોઈક ને કોઈક રીતે માનસિક તનાવ, આર્થિક પરિસ્થિતિની સાથે ભીંસ, ભવિષ્યની ચિંતા, બેકારી, માનસિક તાણ વિગેરેને લઈને ગભરાતો માણસ ઘરમાં હોઈ, સામાજિક પ્રસંગોમાં હોઈ, કામ પર હોઈ તે તનાવ અનુભવતો જોવા મળી રહ્યો છે. આજે આપણે દુઃખી હોવાનું મુખ્ય પરિબળ આપણી જરૂરિયાત કરતાં મહત્ત્વાકાંક્ષાને વધુ મહત્ત્વ આપી રહ્યાં છીએ.
સેગવા -સલીમ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.