સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ
અમેરિકાના રાજકારણમાં અત્યારે અફવાઓ અને ચર્ચાઓનો દોર જોરબરોરથી ચાલી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો બાદ, હવે અમેરિકા ના પૂર્વ પ્રમુખ જો બાઈડન હોસ્પિટલમાં દાખલ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને X (ટ્વિટર) પર અનેક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈડન કોઈ ગંભીર બીમારી અથવા તબીબી કટોકટીનો સામનો કરી રહ્યા છે.
અફવાઓ ક્યાંથી શરૂ થઈ? : આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે જો બાઈડન કેટલાક જાહેર કાર્યક્રમોમાં લાંબા સમય સુધી જોવા મળ્યા ન હતા. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે દાવો કર્યો કે ‘એર ફોર્સ વન’ માં અસામાન્ય હિલચાલ જોવા મળી છે અને વ્હાઇટ હાઉસના તબીબી કાફલાને સક્રિય કરવામાં આવ્યો છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા આ મુદ્દાને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પ સાથે સરખામણી : થોડા સમય પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ આવી જ અફવાઓ ફેલાઈ હતી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામો અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા વચ્ચે બંને નેતાઓના સ્વાસ્થ્ય પર આખા વિશ્વની નજર છે. ટ્રમ્પના વિજય અને ત્યારબાદની રાજકીય હિલચાલ વચ્ચે બાઈડનની તબિયત બગડવાના સમાચાર રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.
વ્હાઇટ હાઉસનું વલણ : વ્હાઇટ હાઉસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી. સામાન્ય રીતે, પ્રમુખની તબિયત અંગેની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હોય છે અથવા તો માત્ર સત્તાવાર માધ્યમો દ્વારા જ આપવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના અહેવાલો માત્ર સોશિયલ મીડિયાના ખોટા પ્રચારનો ભાગ હોઈ શકે છે. અમેરિકન પ્રમુખપદની ગરિમા અને વૈશ્વિક પ્રભાવને જોતા, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનની તબિયતના સમાચાર માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.