Business

અશાંતિ શાંતિ

જયારે જનસાધારણનો જીવનવ્યવહાર પ્રેમ, એકતા, સમજણ, સહકાર, શાંતિ સાથે ચાલતો રહેતો હોય ત્યારે કાલ્પનિક ભય, ધર્મ ભાવના રાજકારણ જેવાં પરિબળો ઊભા કરીને છવાઈ ગયેલી શાંતિ વિરુદ્ધ વાતાવરણ દૂષિત કરનાર માનવતા વિરોધીઓ દ્વેષ સર્જે છે, શાંતિનેપણ અસાંત સ્વરૂપ આપી દે છે. કાળક્રમે કુટુંબ વિસ્તરે ત્યારે વધારાના નવા નિવાસસ્તાનની જરૂરત ઊભી તાયછે.

શહેરના ગીચ વિસ્તારમાં એવી જરૂરત સંતોષી શકાય નહીં. અને ચોથ વિસ્તારમાં મકાનની કિંમત પણ વધી ગઇ હોય ત્યારે સ્વાભાવિક છેકે ઊંચી કિંમતે જૂનું મકાન વેચી દઇ દૂર દૂરના વિસ્તારના ઓછી કિંમતના મકાનને પસંદ કરવાનું થાય.સંકટમાંયે જૂનું મકાન વેચી દેવાની ઇચ્છા જાગે દૂરના નવા વિસ્તારમાં ભલે વિભિન્નતા ધરાવનાર પરિવારો વસતા હોય, પણ સરળ જીવન વ્યવહાર થઇ શકતો હોય ત્યારે સાંપ્રદાયિક હઠાગ્રહ રહેતો નથી. યુદ્ધ, રોગચાળો કે અકલ્પ્ય આપત્તિ આવી પડે અશાંતધારાનો ઉપાય લાગુ પડે છે.

સર્વ ધર્મ સમભાવથી ચાલનાર સજ્જનો શાંતિમય જીવન જીવી શકે ચે. અશાંતધારાની ત્યારે જરૂરત રહેતી નથી, વાસ્તવમાં તો અશાંતધારાને પરિણામે ભ્રષ્ટાચાર જામે છે તેઓ લગભગ ધરાવે છે તેઓ એવા ધારાથી મુકત રહે ચે. આવો અન્યાયી કાયદો માત્ર સામાન્ય વ્યક્તિને જ કનડે છે. ધનવાનો અને ગંદું રાજકારણ આચરનારાઓ તેનો ભરપુર લાભ ઉઠાવે છે. તદ્દન ખોટા સમયે, અનાવશ્યક ધારો રાષ્ટ્રીય એકતા અને માનવધર્મને ભારે નુકસાન પહોંચાડે છે. આવી ભ્રામક અશાંત શાંતિને ભારતીય સંવિધાનની ભાવનાને ઘાયલ કરી દેનાર જ ગણી શકાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top