Vadodara

અપહરણ વિથ પોકસોના ગુનાના આરોપીને 20 વર્ષની સખત કેદના સજા ફટકારાઇ

મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીએ સગીરાને રૂપિયા 1 લાખ વળતર ચુકવવા માટે પણ આદેશ કર્યો

અંકોડિયાના આરોપી વર્ષ ગત માર્ચ 2025ના રોજ રાત્રીના સમયે સગીરાને ભગાડી ગયો હતો

પ્રતિનિધ વડોદરા તા.18
અપહરણ વિથ પોક્સોના ગુનામાં આરોપીને મેજિસ્ટ્રેટ દ્વારા તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આરોપીએ સગીરાને વળતર પેટે રૂપિયા 1 લાખ ચુકવવા માટેનો પણ આદેશ કરાયો છે.

વડોદરા જિલ્લાના અંકોડીયા ગામે વ્રજધામ સોસાયટીમાં રહેતા નિલેશ છત્રસિંહ સોલંકી દ્વારા મોડી રાત્રીના સમયે 14 વર્ષીય સગીરાના લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યારે પાડોશી સગીરાને ભગાડી જનાર જોઇને ગયો હતો. ત્યારે મોડી રાતના સમયે સગીરાના પિતા સહિતના પરિવારના સભ્યોને જગાડ્યાં હતા. ત્યારે સગારી ઘરમાં હાજર ન હતી. જેથી પરિવારના સભ્યો દ્વારા ઘરની આસપાસમાં ઘણી શોધખોળ કરી હતી પરંતુ સગીરાનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી પિતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરા તથા તેને ભગાડી જનાર નિલેશ છત્રસિંહ સોલંકીને શોધી કાઢ્યા હતા.

પોલીસ દ્વારા પોક્સોની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી જેલો ભેગો કરી દીધો હતો.ત્યારે તપાસ કરનાર પોલીસ અધિકારીના દ્વારા રજૂ કરવામાં પુરાવા તથા આરોપી તેમજ ફરિયાદ પક્ષના વકીલો દ્વારા ધારદાર દલીલો કરાઇ હતી. જેનો કેસ શકુંતલા નરેશ સોલંકી ફોસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટ (પોક્સો) અધિક સત્ર ન્યાયાધીશ વડોદરાની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇને મેજિસ્ટ્રેટ દ્વારા નિલેશ સોલંકીને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સજા તથા ભોગ બનનાર સગીરાને આરોપીએ રૂપિયા 1 લાખ વળતર પેટે ચુકવવા માટેનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top