Vadodara

વિદ્યાર્થીઓ પર વધારાનો શૈક્ષણિક ભાર દૂર કરવા તજવીજ

નવી પોલિસી હેઠળ કોચિંગ સંસ્થાઓ માટે કડક નિયમો લાગુ કરાશે

ભ્રામક જાહેરાતો પર રોક લગાવવા સાથે સ્કૂલના સમય દરમિયાન કલાસ ચલાવવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

કોચિંગ કલાસને લગતું બિલ વિધાનસભામાં રજૂ થવાનું હતું. પરંતુ હાલ આ બિલને પડતું મૂકી પહેલા વિગતવાર કડક ગાઈડ લાઈન તૈયાર કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા બનાવવામાં આવનારી નવી પોલિસી હેઠળ કોચિંગ સંસ્થાઓ માટે અનેક કડક નિયમો લાગુ કરવામાં આવશે.

સરકાર દ્વારા નવી ગાઈડલાઈન મુજબ કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર રોક લગાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલના સમય દરમિયાન કોચિંગ ક્લાસ ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે. જેથી વિદ્યાર્થીઓ પર વધારાનો શૈક્ષણિક ભાર ન પડે સરકાર ફી રિફંડને લઈને પણ સ્પષ્ટ નિયમ લાવવાની તૈયારીમાં છે. જેથી વિદ્યાર્થીઓ અથવા વાલીઓને અનાવશ્યક આર્થિક નુકસાન ન થાય આ ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે. જો કોઈ કોચિંગ સત્તા આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં રજીસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ પણ સામેલ રહેશે. સરકારનો દાવો છે કે, આ નવી પોલિસીથી કોચિંગ સંસ્થાઓમાં પારદર્શિતા વચ્ચે અને વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ મળશે. મહત્વની બાબત છે કે, વિદ્યાર્થીઓ પર વધતા અભ્યાસના દબાણ અને કોચિંગ સંસ્થાઓમાં વધતી ગેરવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર કડક નિયમો લાવવા તૈયારી કરી રહી છે.

Most Popular

To Top