Dabhoi

ડભોઈમાં ‘લાલાભાઈ ભજીયાવાળા’ પર દરોડો, 4 ગેસ સિલિન્ડર જપ્ત

ઘરેલું ગેસનો વેપારી ઉપયોગ ઝડપાયો: પુરવઠા તંત્રની કડક કાર્યવાહી

ડભોઇ:
વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે દુરુપયોગ કરતા એકમ સામે પુરવઠા તંત્રે કાર્યવાહી કરી છે. તા. 16 માર્ચ 2026ના રોજ ડભોઈ મામલતદાર કચેરીની ટીમ દ્વારા જકાતનાકા નજીક આવેલી ‘લાલાભાઈ ભજીયાવાળા’ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન દુકાનદાર રાજકુમાર કનોજીયા દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરનો વેપારી ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. ટીમે સ્થળ પરથી એચપી અને ઈન્ડેન કંપનીના કુલ 4 સિલિન્ડર મળી આવ્યા, જેમાં એક ભરેલો અને ત્રણ ખાલી હતા.

તપાસ અધિકારીઓએ તમામ સિલિન્ડરોને સીઝ કરીને સરકારી કબજામાં લીધા છે. આ જથ્થો નિયત એલપીજી એજન્સી અક્ષરધામ ઈન્ડેન ગ્રામીણ વિતરક, ભંડાળાને સુરક્ષિત રાખવા સોંપવામાં આવ્યો છે.

પુરવઠા તંત્રે ફરી સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું ગેસનો કોમર્શિયલ ઉપયોગ કાયદેસર ગુનો છે અને આવનારા સમયમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top