Business

સોનું 1.60 લાખથી નીચે, ચાંદી 2.60 લાખથી નીચે: સુરત સહિત મોટા શહેરોમાં શું છે આજના ભાવ?

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ ફેરફાર નોંધાઈ રહ્યો છે. 15 માર્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાં અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. India Bullion and Jewellers Association (IBJA)ના તાજેતરના ડેટા મુજબ હાલ 24 કેરેટ સોનાનો ભાવ 1,60,000થી નીચે છે, જ્યારે ચાંદીનો ભાવ લગભગ 2,60,000 પ્રતિ કિલો આસપાસ નોંધાયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,59,810 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદમાં સોનું થોડું સસ્તું છે અને તેનો ભાવ લગભગ 1,59,660 પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. દિલ્હી અને લખનઊમાં 22 કેરેટ સોનું લગભગ 1,46,500 અને 18 કેરેટ સોનું લગભગ 1,19,890 પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે.

બીજી તરફ મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદમાં 22 કેરેટ સોનું લગભગ 1,46,350 અને 18 કેરેટ સોનું લગભગ 1,19,740 પ્રતિ 10 ગ્રામ આસપાસ નોંધાયું છે. ચેન્નાઈમાં સોનાના ભાવ અન્ય મોટા શહેરોની સરખામણીએ થોડા વધારે છે. અહીં 24 કેરેટ સોનું લગભગ 1,61,020, 22 કેરેટ સોનું લગભગ 1,47,600 અને 18 કેરેટ સોનું લગભગ 1,24,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે. અમદાવાદ અને પટણામાં પણ લગભગ સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં 24 કેરેટ સોનું લગભગ 1,59,710, 22 કેરેટ સોનું લગભગ 1,46,400 અને 18 કેરેટ સોનું લગભગ 1,19,790 પ્રતિ 10 ગ્રામ આસપાસ વેચાઈ રહ્યું છે. સુરતના સ્થાનિક બુલિયન માર્કેટમાં પણ લગભગ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 24 કેરેટ સોનું અંદાજે 1,59,650 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું લગભગ 1,46,300 અને 18 કેરેટ સોનું લગભગ 1,19,700 પ્રતિ 10 ગ્રામ આસપાસ નોંધાયું છે. જ્યારે ચાંદીનો ભાવ અંદાજે 2,60,400 પ્રતિ કિલો આસપાસ રહ્યો છે.

છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનું અઠવાડિયાની શરૂઆતમાં 1,58,751 હતું જે ઘટીને 1,58,399 થયું છે. 22 કેરેટ સોનું 1,45,416થી ઘટીને 1,45,093 થયું છે, જ્યારે 18 કેરેટ સોનું 1,19,063થી ઘટીને 1,18,799 પ્રતિ 10 ગ્રામ થયું છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે અને એક અઠવાડિયામાં ચાંદી લગભગ 235 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક બજારમાં રોકાણકારોની ગતિવિધિઓને કારણે આવનારા દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં આવો ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

Most Popular

To Top