ગાંધીનગર : રાજ્યમાં અંકલેશ્વર એરપોર્ટ 2028ના અંત સુધીમાં કાર્યરત કરવામાં આવનાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વિધાનસભામાં સરકારે રજૂ કરેલી માહિતીમાં જણાવ્યું હતુ કે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે કુલ 82 હેક્ટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2200 મીટરના રનવેના બાંધકામ સાથે જમીન સમતળ, એપ્રન, ટેક્સી-વે, સર્વિસ રોડ, બાંધકામ જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી જમીન સંપાદન અને વિકાસ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે.