Charotar

આણંદની ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન

આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા

આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં રહેતાં ધારાસભ્ય ગોવિંદભાઇના નિધનથી શોકનો મહોલ
આણંદ: આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં રહેતા અને ઉમરેઠ વિધાનસભા બેઠક ના ધરાસભ્ય ગોવિંદભાઇ પરમારનું શુક્રવારે નિધન થતા શોકનો માહોલ સર્જાયો છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું શુક્રવારે મોડી સાંજે નિધન થયું છે. તેઓ શુક્રવારે સાંજે ઘરે હતા તે સમયે અચાનક તેમની તબિયત લથડી હતી. આથી તાત્કાલીક આણંદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર પ્રસરતા જ આણંદ જિલ્લાની જનતા સહિત ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ગુજરાત રાજ્યમાં શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેમાં 1 વખત કૉંગ્રેસ, 2 વખત અપક્ષ અને 2 વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

ભાજપમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.
સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ગોવિંદભાઈએ ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યા છે . રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરીને તેઓએ લોકસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિધનથી ઉમરેઠ વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર જીલ્લામાં શોકની લાગણી પ્રસરી છે.

ભારતીય જનતા પાર્ટીએ એક અનુભવી અને પાયાના કાર્યકર ગુમાવ્યા છે. મુખ્યમંત્રી સહિતના રાજકીય અગ્રણીઓએ તેમના અવસાન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગોવિંદભાઈ પરમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.

Most Popular

To Top