World

ખામેની મરાયા? નેતાન્યાહુનું મોટું બયાન! ઈરાનમાં 700 મરાયા, 747 ઘાયલ: નેતાન્યાહુએ કહ્યું જંગ જારી રહેશે, યુદ્ધ દ્વારા શાંતિ આવશે

ઈરાની મીડિયાએ ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે યુએસ-ઈઝરાયલી હુમલાઓથી 24 પ્રાંતો પ્રભાવિત થયા છે. 201 લોકો માર્યા ગયા છે અને 747 ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થયું છે, અને બચાવ અને રાહત પ્રયાસો ચાલુ છે.

નેતાન્યાહુએ પોતાના ભાષણમાં મોટી સંભાવના વ્યક્ત કરી, પણ…

આ દરમિયાન નેતાન્યાહુએ એક વિડીયો જારી કરીને ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. નેતાન્યાહુએ એવી સંભાવના વ્યક્ત કરી હતી કે ખામેની ‘કદાચ’ મૃત્યુ પામ્યા છે. જો કે ઈરાન તરફથી આ બાબતે હજી કોઈ બયાન આવ્યું નથી. બીજા કોઈ નેતાઓ મરાયા હોવાનું પણ ઈરાને હજી સુધી સ્વીકાર્યું નથી. પણ નેતાન્યાહુ અને ટ્રમ્પ સતત ઈરાની પ્રજાને સડકો પર ઉતરવાનું કહી રહ્યા છે. ઇઝરાયેલે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ખામેનાઈ છુપાયા હતા એ સ્થળ પર હુમલો થયો છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઇ શકી નથી!
નેતાન્યાહુએ વધુમાં ઉમેર્યું હતું કે આ યુદ્ધ અસલી શાંતિ તરફ લઇ જશે. જ્યાં સુધી જરૂર લાગશે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે. નેતાન્યાહુએ પોતાના પ્રવચનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો.

Most Popular

To Top