Vadodara

સાવલીના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો કાળો કેર

ગર્ભગૃહમાંથી ચાંદીના છત્ર, પાદુકા સહિત લાખોની મતાની ચોરી
વડોદરા:
સાવલી તાલુકાના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી ભગવાનની ગાદી પર રહેલા ચાંદીના છત્ર, પાદુકા તેમજ અન્ય કિંમતી આભૂષણો સહિત લાખોની મતાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

મોડી રાત્રે મંદિર નિશાન પર
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રિના અંધકારનો લાભ લઈને તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ગર્ભગૃહ અને ભગવાનની ગાદી આસપાસ રાખવામાં આવેલી કિંમતી સામગ્રી પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંદિર પરિસરનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તથ્યોના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું ભીમનાથ મહાદેવ મંદિર ચોરીની ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.

તપાસ ચાલુ
પોલીસ દ્વારા ચોરી ગયેલી મતાની કિંમતનો અંદાજ કાઢવાની કામગીરી ચાલી રહી છે. તસ્કરોને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ભક્તો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે

.

Most Popular

To Top