Entertainment

શું કાલે રિલીઝ નહીં થાય ‘ધ કેરેલા સ્ટોરી 2’? CBFC 2 અઠવાડિયામાં વિચાર કરીને લેશે નિર્ણય

કેરળ હાઈકોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” ની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ કુરિયન થોમસની સિંગલ બેન્ચે ફિલ્મ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. અરજદારોએ ફિલ્મને આપવામાં આવેલ સેન્સર સર્ટિફિકેટ રદ કરવા અને તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે મુખ્યત્વે એ ગંભીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે શું સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ સર્ટિફિકેટ આપતી વખતે યોગ્ય કાળજી લીધી હતી. કોર્ટએ CBFCને અરજદારો દ્વારા દાખલ રિવિઝન પિટિશન પર 2 અઠવાડિયામાં વિચાર કરી નિર્ણય લેવા સૂચના આપી છે. ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક યથાવત્ રહેશે..

ફિલ્મ વિરુદ્ધ કુલ ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું છે કે ફિલ્મ કેરળ રાજ્યની ખોટી છબી રજૂ કરે છે અને તેના પ્રદર્શનથી સમાજમાં ધાર્મિક તણાવ ઊભો થવાની શક્યતા છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યું કે સામાન્ય રીતે કોર્ટ ફિલ્મોની રિલીઝમાં હસ્તક્ષેપ કરતી નથી, પરંતુ જો સામાજિક શાંતિ પર અસર થવાની આશંકા હોય તો ન્યાયાલય દખલ કરી શકે છે. હાલ માટે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી છે, હવે જો આ ફિલ્મ CBFCની તપાસમાં ખરી ઉતરશે એ પછી શું નિર્ણય લેવાઈ છે એ પછી જ આ ફિલ્મ મોટા પડદે આવશે. અગર ખરી નહીં ઉતરે તો આ ફિલ્મનું ભવિષ્ય ડામાડોળ થશે એ તો નક્કી જ છે.

Most Popular

To Top