Columns

એપ્સ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું વાસ્તવિક ચરિત્ર પ્રગટ કરવામાં આવ્યું છે

બિલ ગેટ્સ જ્યાં જાય ત્યાં વિવાદ તેમનો પીછો કરે છે. તાજેતરમાં તેમનો આફ્રિકાનો પ્રવાસ એપ્સ્ટિન ફાઈલમાં તેમનું નામ ખરાબ રીતે આવવાને કારણે રદ કરવામાં આવ્યો હતો. હવે ભારતમાં પણ તેઓ કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે. ગેટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને પીઢ દાનવીર બિલ ગેટ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાઈ રહેલી ઈન્ડિયા એઆઈ સમિટમાં ગુરુવારે પોતાનું મુખ્ય ભાષણ આપવાના હતા, પણ તે ભાષણ વિવાદોને કારણે રદ કરવાની ફરજ પડી છે.

આયોજકોએ જણાવ્યું હતું કે સમિટનું ધ્યાન તેના મુખ્ય વિષયો અને પ્રાથમિકતાઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેટ્સ ફાઉન્ડેશને સ્પષ્ટતા કરી છે કે ભારતમાં તેના કાર્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફાઉન્ડેશન ભારત સાથે આરોગ્ય અને વિકાસ લક્ષ્યો પર કામ કરવાનું ચાલુ રાખશે. આ નિર્ણય ફક્ત સમિટના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. ભારતમાં તેની ભાગીદારી અને પહેલને સંપૂર્ણ તાકાતથી ચાલુ રાખશે.

તાજેતરમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાના સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટેઇન સંબંધિત દસ્તાવેજો જાહેર કર્યા હતા. આ ફાઇલોમાં બિલ ગેટ્સનું નામ પણ ઉલ્લેખિત છે. અલગ-અલગ બેચમાં પ્રકાશિત થયેલી આ ફાઇલોમાં ગેટ્સ વિશેનાં એવાં નિવેદનો છે, જે ન તો કોઈ નક્કર પુરાવા દ્વારા સમર્થિત છે અને ન તો કાનૂની કાર્યવાહીની ખાતરી આપે છે. જો કે, તેમના વિશે કરવામાં આવેલા દાવાઓએ અટકળોને વેગ આપ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્સ્ટેઇન ફાઇલોમાં બિલ ગેટ્સનું નામ આવવાને કારણે સરકારી વર્તુળોમાં થોડો ખંચકાટ હતો. અમેરિકન મેગેઝિન ધ રોલિંગ સ્ટોન અનુસાર બિલ ગેટ્સ અને એપ્સ્ટેઈન પહેલી વાર ૨૦૧૧ માં મળ્યા હતા. આ મુલાકાત રાત્રિભોજન દરમિયાન થઈ હતી. મેલાની એસ. વોકરે, જેમણે એપ્સ્ટેઈન હેઠળ તાલીમ લીધી હતી અને પછીથી ગેટ્સ ફાઉન્ડેશનમાં ટોચના સલાહકાર બન્યા હતા. તેમને એક સાથે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા તાજેતરમાં જેફરી એપ્સ્ટેઈન સંબંધિત જાહેર કરાયેલા દસ્તાવેજો અને તપાસ એજન્સીઓના અહેવાલોમાં બિલ ગેટ્સ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એપ્સ્ટેઈન દ્વારા લખાયેલા ઈમેલ અને દાવાઓ પર આધારિત આ દસ્તાવેજો ઘણાં તથ્યો જાહેર કરે છે. એપ્સટાઇને ૨૦૧૩ માં પોતાને મોકલેલા એક ઇમેઇલમાં કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયન છોકરીઓ સાથે સંપર્ક કર્યા પછી કથિત રીતે કબૂલ્યું હતું કે તેમને જાતીય રોગો થયા હતા.

ઇમેઇલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગેટ્સે એપ્સટાઇને એન્ટિબાયોટિક્સ આપવા કહ્યું હતું, જે તે તેની પત્ની મેલિન્ડાને તેની જાણ વગર આપી શકે. ફાઇલોમાં એપ્સટાઇને દાવો કર્યો છે કે તેણે બિલ ગેટ્સને પરિણીત મહિલાઓ સાથે ગુપ્ત મીટિંગો ગોઠવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, બિલ ગેટ્સને દવાઓ અને બ્રિજ ટુર્નામેન્ટ માટે એડરલ નામની દવા પૂરી પાડવાનો પણ ઉલ્લેખ છે. ફાઇલોમાં બિલ ગેટ્સના ઘણી મહિલાઓ સાથેના ફોટોગ્રાફ્સ પણ સામેલ છે, જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

દસ્તાવેજોમાં બિલ ગેટ્સે એપ્સટાઇનના ખાનગી ટાપુ લિટલ સેન્ટ જેમ્સની મુલાકાત લીધી હોવાનો પણ ઉલ્લેખ છે. એપ્સટાઇન દ્વારા આ ઇમેઇલ્સ ત્યારે લખવામાં આવ્યા હતા જ્યારે બિલ ગેટ્સે તેમનાથી અંતર બનાવવાનું શરૂ કર્યું હતું. ગેટ્સના સહયોગીઓ, જેમ કે બોરિસ નિકોલિક, માને છે કે એપ્સટાઇને બિલ ગેટ્સને બદનામ કરવાનો અથવા ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે ગેટ્સે એપ્સટાઇનને તેમના ચેરિટી પ્રોજેક્ટોમાંથી મોટું કમિશન ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. બિલ ગેટ્સની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે આ ખુલાસાઓ પર એક નિવેદન જારી કર્યું છે. તેણીએ કહ્યું છે કે એપ્સટાઇન ફાઇલોમાંની વિગતો તેમના લગ્નજીવનના ખૂબ જ પીડાદાયક સમયની યાદોને તાજી કરે છે.

ગેટ્સ ફાઉન્ડેશનના ખુલાસા અનુસાર બિલ ગેટ્સે એપ્સટિનને મળવાની જરૂરિયાત અનુભવી હતી, કારણ કે તેઓ માનતા હતા કે એપ્સટિન વૈશ્વિક આરોગ્ય કાર્ય માટે અબજો ડોલર એકત્ર કરવામાં મદદ કરી શકે છે. તે સમયે, બિલ ગેટ્સ તેમની ગિવિંગ પ્લેજ પહેલ માટે વિશ્વના સૌથી ધનિક લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ફાઉન્ડેશનમાં કેટલાંક લોકો માનતા હતા કે એપ્સટિન એક અબજોપતિ છે, જે ફાળો આપી શકે છે. બિલ ગેટ્સે ઘણી વખત એપ્સ્ટેઈનને મળવાની પુષ્ટિ કરી છે (ઓછામાં ઓછા ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી). આ બેઠકો મુખ્યત્વે ન્યૂ યોર્કમાં એપ્સ્ટેઈનના ઘરે ડિનર અથવા મીટિંગના સ્વરૂપમાં થતી હતી. ગેટ્સે જણાવ્યું હતું કે તેમનો હેતુ વૈશ્વિક આરોગ્ય અને પરોપકાર માટે ભંડોળ એકત્ર કરવા માટે જોડાણો બનાવવાનો હતો.

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને ગેટ્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ બિલ ગેટ્સે આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જો કે, એપ્સટિન ફાઇલ્સમાં બિલ ગેટ્સનું નામ આવવા અને સેક્સ અપરાધી જેફરી એપ્સટિન સાથેના તેમના સંબંધોને ધ્યાનમાં રાખીને લોકોએ આ કાર્યક્રમની ટીકા કરી છે. અમેરિકન અબજોપતિ પર તેમનાં ઉત્પાદનો માટે ભારતનો ઉપયોગ પ્રયોગશાળા તરીકે કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

એપ્સટાઇનની નવી ફાઇલોમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની ઇવાન્કા ટ્રમ્પ, ઉદ્યોગપતિ એલોન મસ્ક, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એહુદ બરાક, લેરી સમર્સ, બિલ રિચાર્ડસન, પ્રિન્સ એન્ડ્રુ, સારાહ ફર્ગ્યુસન, માઈકલ જેક્સન, મિક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ અને ક્રિસ ટકર, વોલ્ટર ક્રોનકાઇટ, વુડી એલન, રિચાર્ડ બ્રેન્સન, પીટર થિએલ, લેસ વેક્સનર, નોઆમ ચોમ્સ્કી અને સ્ટીફન હોકિંગ વગેરેનાં નામ શામેલ છે.

એપ્સ્ટેઈનની ફાઇલોમાં બિલ ગેટ્સના અનેક રશિયન મહિલાઓ સાથેના જાતીય સંબંધોનો ખુલાસો થયો છે, જેના કારણે તેમને જાતીય રોગ થયો હતો, જે તેમણે તેમની પત્ની મેલિન્ડા ગેટ્સને પણ આપ્યો હતો, જેના માટે તેમણે એન્ટિબાયોટિક દવાની વ્યવસ્થા કરી હતી. એપ્સ્ટેઈનની નવી ફાઇલોમાં એ પણ ખુલાસો થયો છે કે લગભગ ૨૫ વર્ષ પહેલાં ન્યુજર્સીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક મહિલાને બ્લોજોબ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ૧૩ થી ૧૪ વર્ષની છોકરીએ ટ્રમ્પને બ્લોજોબ આપતી વખતે કરડ્યો હતો. તેના પર હસ્યા પછી તેના મોઢામાં મુક્કો મારવામાં આવ્યો હતો.

અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે તેણે એપ્સ્ટેઇન સંબંધિત ૩૦ લાખથી વધુ પાનાંઓની યાદી બહાર પાડી છે. આમાં ૨,૦૦૦ થી વધુ વિડિઓઝ અને લગભગ ૧,૮૦,૦૦૦ ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે ફાઇલો જાહેર કરતાં પહેલાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી અને પીડિતો વિશેની સંવેદનશીલ માહિતી છુપાવવામાં આવી હતી. ન્યાય વિભાગે જણાવ્યું છે કે આ ફાઇલોની ચકાસણી અથવા વર્ગીકરણમાં વ્હાઇટ હાઉસની કોઈ ભૂમિકા નહોતી.

વિભાગે એ પણ સંકેત આપ્યો છે કે આ એપ્સ્ટેઇન સંબંધિત ફાઇલોનું છેલ્લું મોટું પ્રકાશન હોઈ શકે છે. જેફરી એપ્સટિનનું ૨૦૧૯ માં જેલમાં મૃત્યુ થયું હતું જ્યારે તેઓ સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં કેસનો સામનો કરી રહ્યા હતા. બિલ ગેટ્સે અગાઉ કહ્યું હતું કે તેમને એપ્સટિન સાથેની તેમની સંડોવણીનો અફસોસ છે. બિલ અને મેલિન્ડા ગેટ્સે ૧૯૯૪ થી ૨૦૨૧ સુધી લગ્ન નિભાવ્યા હતા. મેલિન્ડાએ જણાવ્યું હતું કે ગેટ્સના એપ્સટિન સાથેના સંબંધો અને જોડાણ તેમના છૂટાછેડાનાં કારણોમાંનું એક હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top