SURAT

રમજાન પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં,લાલગેટ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત

પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સક્રિય બની છે.શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.Surat City Police દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિવિધ પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.જયારે સુરત ના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.બજારો, મસ્જિદો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સતત નજર રાખી રહ્યા છે. ખાસ કરીને સાંજના સમયે ઈફ્તાર દરમિયાન અને રાત્રિના નમાજ સમયગાળા દરમિયાન વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક વેપારીઓ અને મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી સંકલન વધારવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડે ત્યાં CCTV કેમેરાની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને સૌહાર્દ જાળવે, અફવાઓ પર વિશ્વાસ ન કરે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.રમજાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે પોલીસની આ પહેલને નાગરિકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે.

Most Popular

To Top