ખતરનાક જમાનો આવ્યો બોસ..! પાંચમો માણસ ખાંધ ઉપર કફન ઓઢીને ના સૂએ, ત્યાં સુધી, ચાર માણસ સીધા ચાલતા નથી. જીવતો હોય ત્યારે ઊંચકી લેતા ફોડચી કઇડે ને મરે ત્યારે સ્મશાન સુધી મૂકવા જાય..! આહુંડાની પાઈપ લાઈન ફોડીને પાછા કહેતા જાય, ‘કંઈ કામકાજ હોય તો કહેજો, હું બેઠો છું..!’ને…એ બેઠો જ હોય..! એના કપાળમાં કાંદા ફોડું, આજે જીવતો રાંકનો અને મરેલો સવા લાખનો બની જાય એવી આંધળી તરાહ છે. શોકસભા જો મળી હોય તો એવું શુરાતન કાઢે કે જાણે સ્વજને નહિ ચાલતી પકડી હોય..? સંત તુલસીદાસે પણ, ભગવાન શ્રી રામના વખાણ નહિ કર્યા હોય, એનાથી વધારે શાબ્દિક વ્યભિચાર કરે. મોછલું-મોછલું એવું બોલે કે, સાંભળનારને મધુપ્રમેહ થઇ જાય..!
વિચાર કરતાં થઇ જઈએ કે, ગઈ કાલ સુધી તો આ ભમરડો મરનારની કૂથલી કરતો હતો ને આજે જેઠીમધનાં મૂળિયાં ચાવે છે. પેટછૂટી વાત એ છે કે, આ ધરતી ઉપર અમરપટો લઈને કોઈ ટપકેલું નથી. દરેક જણ અમુક જ સમય સુધીના વિઝા લઈને આવેલા. ધરતીના વિઝા પૂરા થાય એટલે, ચુપચાપ ચાલતી જ પકડવાની હોય. પ્રોબ્લેમ બે વાતનો છે, કે એકલો પતી જાઉં, ને બાકીના જલસા કરે એ સાલું, સહન નહિ થાય..! ઈચ્છાઓ અધૂરી રહી જાય ને શ્વાસ પૂરા થઇ જાય તે તો મુદ્દલે નહિ ફાવે..! એ તો સારું છે કે, ભગવાનનાં સરનામાં ધરતી ઉપર નથી, બાકી સરનામાં શોધીને આંદોલન કાઢે..! મોટી ઉંમરવાળાને પડતો મૂકીને, નાલ્લાને ઊંચકી લીધો તો ભ્રષ્ટાચારનાં ઢોલ ભગવાનના આંગણે પણ વગાડે..! શરમ નહિ રાખે..!
દુનિયા પણ એક રંગભૂમિ છે મામૂ..! ને માણસ એનો અભિનયસમ્રાટ..! પ્રસંગ પ્રમાણે એ અભિનય પણ કરે ને વેશ પણ ભજવે..! સ્વાર્થ હોય તો પંચામૃત પીરસે ને સ્વાર્થ મટ્યા તો, બારમાના લાડુ પણ નહિ આપે..! નહિ તો એને માપી શકાય, કે નહિ તો એને પામી શકાય. સામે મળે તો મધઝરતો ને પીઠ પાછળ આપણા જ નામનાં છાજીયાં કૂટે..! મૃત્યુનો ભય એ જીવતરનું સ્પીડબ્રેકર છે. આધુનિક ગીતા છે. જીવનમાં બધા આઘાત સહન થાય, પણ મૃત્યુની હવા લાગી તો, બાહુબલીના ફુગ્ગામાંથી પણ હવા નીકળી જાય. ‘પોચકા મનના માનવીનાં તો હૈયાં હલવા માંડે. હૈયું, ડાબેથી જમણે ચાલી જાય ને ફેફસાંની બખોલમાં સંતાઈ જાય..!
મૃત્યુનો ડર જ એવો છે દાદૂ..! અમુક તો એવાં ઋજુ હૃદયનાં કે, છાપામાં શ્રધ્ધાંજલિ વંચાઈ જાય, તો પણ ફરી ન્હાવા જાય. એવા ઘનઘોર શ્રધ્ધાળુ..! ત્યારે અમુક તો એવા અઘરા કે, શ્રધ્ધાંજલિથી જ છાપું વાંચવાની શરૂઆત કરે..! એ વગર કોઠો સાફ જ નહિ થાય. શ્રધ્ધાંજલિ વગરનું છાપું આવે તો છાપાં પણ બદલી નાંખે..! મરનારના પરિવાર માટે ભલે શ્રધ્ધાંજલિ કહેવાય, પણ કેટલાક ગૃહ-કેદીઓ (ઘરમાં ગોંધાયેલા) માટે તો એ ‘ખુશખબર’ હોય. એટલા માટે કે એકાદ ઓળખીતાનું બેસણું નીકળે તો, એ બહાને બહાર પગ છૂટા કરવા નીકળાય ને વોકિંગ થાય તે બોનસ..! જૂનાં મિત્રોને મળે, પ્રેમ-ગોષ્ઠી થાય અને એકબીજાની બળતરાની આપ-લે તો થાય..!
એક પણ માણસ એવો ના હોય કે, જે કોઈના બેસણામાં ના ગયો હોય. કોઈની ને કોઈની કાળપત્રિકા તો મળી જ હોય. શોકસભામાં જવું એ સંસ્કાર છે. જથ્થાબંધ માણસ મળે એની સાથે ગોષ્ઠી થાય ને મૃતક સ્વજનનોને પણ સાંત્વના મળે. બેસણામાં જવું, બોલવું ને વર્તવા માટે પણ શિષ્ટાચાર હોય. અમુક તો સળી કરવાની આદત બેસણામાં પણ નહિ છોડે., સખણા જ નહિ રહે. સાળીના સીમંતમાં આવ્યા હોય, વર્તે..! હરામ્મ બરાબર જો બેસણાનો મલાજો સાચવતા હોય તો..! એમાં મોંઢામાં માવો તો પાછો દબાવ્યો જ હોય..! પિચકારી ગળતો જાય ને, કૂથલી કરતો જાય. ખુલ્લાં ગરનાળાં જેવા લાગે..! પીઠ પાછળ “હોઓહાઆઆ”પણ કરે ને સામે મળે તો “હાહાહીહી” પણ કરે. પછી તો જેવા જેવા જોગ..!
લગનનો માંડવો આંગણે બંધાય કે નહિ બંધાય, પણ દરેકનાં નાનાં મોટાં બેસણા તો થવાનાં જ..! એને બેસણું જ કેમ કહેવામાં આવે છે, ને ‘ઉભણું’ કેમ કહેવામાં આવતું નથી, એની ખબર નથી, બેસણું હોવા છતાં પણ અમુક તો પગરખાને તડકે મૂકવા આવ્યાં હોય એમ ‘ઉભણા’ કરવા જ આવ્યા હોય, એમ ‘’જે જે’ કરીને ચાલતી જ પકડતા હોય..! મરણ છે ભાઈ..! આજે એનો વારો તો કાલે આપણો પણ આવે, ભરોસો નહિ..! લગનના માંડવા બંધાય એમ, બેસણાંના માંડવા બાંધવાનો સમય આવવાનો જ છે.
સાલી તકલીફ હસતા ચહેરાવાળાને પડે. એવાં લોકો દર્દ કરતાં હાસ્યના બંધાણી વધારે હોય. બિચારા નકલી દેખાડો પણ, ક્યાં સુધી ટકાવે..? જેની મુખમુદ્રા ઉપરથી હાસ્ય વીલાતું જ ના હોય, એના માટે ગંભીર બનવું ખાવાના ખેલ નથી. જે ગંભીર હોય એને અશુભ પ્રસંગમાં ફાવટ આવે, બાકી અમારો ચમનિયો એટલે ચાર્લી ચેપ્લિનનો અવતાર..! બેસણામાં પણ સંગીત ખુરશીની રમત રમતો હોય એમ, ચારેય બાજુ ફરી વળે. એક વાર મારી સાથે એને એક બેસણામાં લઇ ગયેલો. બેસણું હોલમાં રાખેલું.. મને કહે,‘રમેશિયા..! આ ફોટાવાળા ભાઈના બેસણામાં તો હું આ છઠ્ઠી વખત આવ્યો..! મેં કહ્યું, ‘તું જે ફોટો જુએ છે એ મરનારનો નથી, આ હોલના દાનદાતાનો છે. મરનારનો ફોટો તો નીચે ટેબલ ઉપર છે, જેના ઉપર સુખડનો હાર ચઢેલો છે. સાલી, શોકસભા પણ જોક્સભામાં ફેરવાઈ જાય..!
લાસ્ટ ધ બોલ
જીવન અકથ્ય છે બોસ..! બધા જ પુરુષોને અપ્સરા જેવી ‘વાઈફ’ મળતી નથી. કેટલાંકને ‘અપ્સરા’ને બદલે ‘અપ્સરા’ની પેન્સિલ પણ મળે. એમ બધી જ પત્નીના નસીબમાં બાદશાહ જેવા પતિ હોતા નથી, ક્યાંક ‘બાદશાહ’ મસાલાથી પણ મન મનાવી લેવું પડે..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.