Home Articles posted by Ramesh Champaneri
એક્ચ્યુલી.. ! લગન માટે મારી કુંડળી જ્યારે જાગૃત થયેલી, ત્યારે સાલી, ( સાલી.. તો નહિ કહેવાય, વાઈફ જ કહેવાય!) ‘કન્યા’ આઈ મીન વાઈફ… શોધવામાં કોલંબસ કરતાં પણ અઘરી તકલીફ પડેલી. એનાથી વધારે લેખનો વિષય શોધવામાં પડી! લેખ લખવા માટે નાળિયેર ફોડું, ને વિચારના જંતુઓ તીર્થયાત્રા કરવા નીકળે. મામૂ..રોજે રોજનો નવો વિષય લાવીએ પણ ક્યાંથી? ઓક્સિજનનો […]
નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે. એવું જ પરણ્યા પછી સંસારમાં બને! અરમાનો એવાં ઊંધા માથે પડે કે, દીપડો પાંજરે પુરાયા જેવી હાલત થાય. ઝાકમઝોળ યુવાનીમાં ઝૂમતા હોય ને જેવી ‘WIFE’ ની એન્ટ્રી થાય એટલે, કલરફુલ ટી.વી.ને બદલે,‘શ્વેત-શ્યામ’ ટી.વી. […]
ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..! (ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિ હસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું મૂઠ મારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા […]
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર કાઢવાનો..? ધગધગતા રસ્તા ઉપર પગરખાં વગર જ પ્રવાસ કરવા જેવી વાત થઇ ને..? શું ખિસ્સાની તાકાત છે યાર..? કદમાં વામન, પણ ભરેલા ખિસ્સા ભલભલાને વિરાટ બનાવી દે..! ( અંબાણીશેઠનું નામ કોણ બોલ્યું..?) પેટ […]
ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા આ મહિનામાં જ આવે. એટલે તો ‘ વેલેન્ટાઇન’ જેવાં પ્રેમના હટવાડા ફેબ્રુઆરીમાં ભરાય. ખુમારી તો ફેબ્રુઆરીની..! ઝાડવાની માફક હલાવી નાંખે એવી ટાઈઢ પડતી હોય, મ્હોર ભરેલા આમ્રકુંજો ફાટ-ફાટ થતાં હોય, થીજેલો માણસ સિસકારા […]
અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ ધૂન દેશસેવા એ જ પ્રભુસેવા..! મા-બાપ કે પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય, એમ ઉપડી. જેવાં સ્થાનિક ચૂંટણીના બ્યુગલ સંભળાયા, એટલે બરમૂડા બાળીને ખાદીની બે-ત્રણ  જોડ પણ સીવડાવી લીધી. સદ્ગત દાદાના ફોટા […]
લોકોને હસાવવાં એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે. આપણે સવાર થાય ને રોજના બ્યુગલ વગાડવાના, કે ‘હાસ્ય જીવન જીવવાની જડીબુટ્ટી છે, લાફો ભાઈ લાફો,મન મૂકીને લાફો..!’ પણ કાળમીંઢ પથ્થર સાથે અથડાઈને પાછું, આવ્યું હોય એમ, એ પાછું આપણને […]
મેરે સપનોંકી રાની કબ આયેગી તૂં, આઈ ઋત મસ્તાની કબ આયેગી તૂં બીતી જાયે જિંદગાની કબ આયેગી તૂં, ચલી આઆઆ તૂં ચલીઆઆઆ મહુડાના ઝાડવા નીચે બેસીને આવી કડી લલકારતો કોઈ પ્રણયઘેલો ‘વસંત-પંચમી’ એ જોવા મળે તો, ઊભા રહેજો. તાળીઓ પાડીને એકદમ ‘વાહ-વાહી’ નહિ કરતા. વધારે દુ:ખી થશે.   સંભવ છે કે, શૃંગારને બદલે એમાં વેદનાનો ભાર […]
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો!  જેમ ઉકલી ગયા પછી મરનારની યાદ બહુ આવે, એમ ’વેલેન્ટાઈન-ડે’ આવે એટલે જૂના ખરજવા ઉભરવા માંડે. વેલેન્ટાઈનના દિવસે જ સખણો રહેનારો ચમનિયો ‘વેલેન્ટાઈન-ડે’ ની વહેલી સવારે રોજ કરતાં વહેલો ઊઠી ગયો. મરઘા કરતાં પણ […]
એક્ચ્યુલી…આશ્ચર્ય તો એ વાતે થાય, કે પ્રસંગ પરમાણે લોકો તરત હખણાં પણ થઇ જાય. પેટ્રોલનો ભાવ પણ આડો નહિ આવે ને મોંઘવારી પણ ટાઢી પડી જાય. રાષ્ટ્રીય પર્વ આવવો જ જોઈએ, એવાં ‘ડાહ્યા-ડમરા’  થઇ જાય કે, “એક-એક આદમી સ્વાતંત્ર્ય સેનાની દિખાય દેતા હૈ..!” રાષ્ટ્રીય ભાવનાની રસી મુકાવીને આવ્યા હોય એવાં લાગે. ઠેર ઠેર ‘ધોળા બગલા’  […]