Gujarat

અમદાવાદ મનપાનું વર્ષ 2026-27 માટે 18,518 કરોડનો અંદાજપત્ર રજૂ

અમદાવાદ, તા. 10

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27 માટેનો આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા મનપા કમિશનર બછાંનિધિ પાની દ્વારા રજૂ કરાયેલા રૂ. 17018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં કમિટી દ્વારા 1500 કરોડનો વધારો કરી કુલ રૂ. 18,518 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.

આ બજેટમાં શહેરના વિકાસ માટે રૂ. 11,082 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠો, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સના એડવાન્સ ચુકવણી પર 12 થી 15 ટકા સુધીની રિબેટ, ઇલેક્ટ્રિક વાહનોને વાહન વેરામાં 100 ટકા છૂટ, ચેરિટેબલ હોસ્પિટલોને 70 ટકા રિબેટ જેવી જનહિતકારી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.

શહેરમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવા બ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હેલ્થ સેન્ટર, ગ્લો ગાર્ડન અને અમદાવાદ હાટ જેવા પ્રોજેક્ટ્સ માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે.

મનપા કમિશનર દ્વારા અગાઉ રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં કતલખાના અંગે જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેનો વિવાદ થતા મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજુ કરાયેલા બજેટમાં વિવાદિત કતલખાના અંગેની દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે. આ બજેટમાં વિશેષ કરીને શહેરના માળખાકીય સુવિધાઓ માટે ટ્રાફિક સમસ્યા તેમ જ આરોગ્ય, સુખાકારી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ટ્રાફિકની સમસ્યા માટે ત્રાગડ ક્રોસિંગ પાસે અંડરપાસ, દાણીલીમડા ખોડીયાર ચાર રસ્તા પાસે ફ્લાવર થલતેજ ચાર રસ્તા પાસે અંડરપાસ તેમજ ચાંદલોડિયા વોર્ડમાં અંડરપાસ બનાવવાની જોગવાઈ કરાઈ છે. નિકોલ વોર્ડમાં 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરનારાઓને હવે 10%ને બદલે 12% રીબેટ જ્યારે ઓનલાઇન ટેક્સ પરના અને 15% રિબેટનો લાભ મળશે.

બજેટમાં મહત્વની જોગવાઈઓ જોઈએ તો શહેરના તમામ ઝોનમાં હયાત ડ્રેનેજ તથા સ્ટોમ વોટર નેટવર્કને માટે 115 કરોડ, નવા સ્ટોમ વોટર માટે 100 કરોડ, નવા ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવા 50 કરોડ, વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આગામી ઓલમ્પિક ગેમને ધ્યાનમાં રાખીને વિવિધ ઝોનમાં જરૂરિયાત મુજબ મીની સ્પોટર્સ કોમ્પ્લેક્સ બનાવવા તથા રમત ગમતના મેદાનોને ડેવલોપ કરવા માટે 33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યાને હાલ કરવા માટે એઆઈ બેઝ ટેકનોલોજી આધારિત ટ્રાફિક સિગ્નલને ડેવલપ કરવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાનું બજેટ એક નજરે

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 માટે રૂ. 18,518 કરોડનું બજેટ રજૂ
  • વિકાસ કાર્યો માટે રૂ. 11,082 કરોડથી વધુની ફાળવણી
  • સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 1,500 કરોડના સુધારા સાથે અંતિમ બજેટ તૈયાર કર્યું
  • એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પર 12% થી 15% સુધી રિબેટની જાહેરાત
  • ઇલેક્ટ્રિક વાહનોને વાહન વેરામાં 100% છૂટ
  • ચેરિટેબલ હોસ્પિટલ અને ફિઝિયોથેરાપી સેન્ટરને 70% ટેક્સ રાહત
  • ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડની ફાળવણી
  • સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂ. 50 કરોડ
  • ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને પાણી પુરવઠા માટે મોટી ફાળવણી
  • અંડરપાસ, બ્રિજ અને ટ્રાફિક સુધારણા માટે રૂ. 50 કરોડ
  • મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મેદાનો માટે રૂ. 33 કરોડ
  • સ્માર્ટ સિટી સિસ્ટમ અપગ્રેડ માટે રૂ. 15 કરોડ
  • કચરામાંથી CNG ઉત્પાદન પ્લાન્ટ માટે રૂ. 20 કરોડ
  • અમદાવાદ હાટ, ગ્લો ગાર્ડન અને તળાવ વિકાસ માટે વિશેષ બજેટ

Most Popular

To Top