ગાંધીનગર: ગુજરાતમાં તાપમાનનો ઉતાર-ચઢાવ ઋતુ પરિવર્તનનો સ્વાભાવિક ભાગ છે. શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત તરફ વાતાવરણ આગળ વધી રહ્યું છે. જો કે કચ્છના નલિયામાં આજે 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. કચ્છના નલિયામાં આજે નોંધાયેલી 11 ડિગ્રીની ઠંડી શિયાળાની છેલ્લી અસર માનવામાં આવી રહી છે, જ્યારે આવતા દિવસોમાં ગરમી ધીમે ધીમે વધતી જશે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી એક-બે દિવસ સુધી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ઠંડી હળવી રહેવાની શક્યતા છે. પશ્ચિમ દિશાના ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન હજુ નીચે ગગડી શકે છે. જોકે મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી અને દિવસ દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે.
આજે દિવસ દરમ્યાન ભૂજ, નલિયા, કંડલા એરપોર્ટ, અમરેલી, અમદાવાદ, ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે કંડલા પોર્ટ, કેશોદ, રાજકોટ અને સુરતમાં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે., પોરબંદરમાં 16 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમા 19 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે., કેશોદમાં 18 ડિ.સે., અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 18 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.